તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરહમાં આપઘાત:કોરોનાથી પત્નીનું મૃત્યુ થતાં પતિનો પણ ઝેર પીને આપઘાત

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરિયાપુરનો બનાવ, પતિને ડાયાબિટીસ હોવાથી માનસિક રીતે પડી ભાંગ્યા હતા

દરિયાપુરમાં કોરોનાથી મૃત્યુ પામેલી પત્ની અને ડાયાબિટીસની બીમારીથી પીડાતા વૃદ્ધે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી.

દરિયાપુર મોટી લોધવાડમાં રહેતા અશોકકુમાર પેડકર(54)એ ગત 25મીએ પોતાના ઘરમાં ઝેરી દવા પી લીધી હતી. પરિવારને જાણ થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

મૃતક અશોકકુમારના પુત્રે પોલીસને જણાવ્યું છે કે, તેના પિતાને છેલ્લા કેટલાય સમયથી ડાયાબિટીસની બીમારી હતી, જેના કારણે તેઓ પરેશાન રહેતા હતા. દરમિયાન પાંચ મહિના પહેલાં તેની માતાનું કોરોનાના કારણે મૃત્યુ થયું હતું. ત્યારથી તેઓ માનસિક રીતે પરેશાન હતા. આથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હતું. દરિયાપુર પોલીસે આ અંગે પુત્રનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...