ગરમીમાં કમ્પ્યુટર્સ આગનું કારણ બન્યાં:શેલા એપલ વુડમાં ઓર્કિડ હાઈટ્સના 14મા માળે વહેલી સવારે આગ લાગી, કોઈ જાનહાનિ નહીં

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આખી રાત કમ્પ્યૂટરો ચાલુ રહેતાં 70 ડિગ્રી ગરમીથી ઘરમાં આગ
  • સોફ્ટવેર એન્જિનિયરે મોડી રાત સુધી કામ કર્યા પછી સ્વિચ બંધ ન કરી, બેડરૂમમાં ફસાયેલા યુવકને દરવાજો તોડી બહાર કાઢવો પડ્યો

શેલા એપલ વૂડના ઓર્કિડ હાઈટસના 14મા માળના એક ફ્લેટમાં રવિવારે વહેલી સવારે લાગેલી આગ આખા ફ્લેટમાં ફેલાઈ જતાં સોફ્ટવેર એન્જિનિયર યુવક બેડરૂમમાં ફસાઈ ગયો હતો. મોડી રાત સુધી કમ્પ્યૂટરો પર કામ કર્યા પછી સ્વીચ બંધ ન કરતાં હીટ પકડાઈ ગઈ હતી અને રૂમનું તાપમાન 70 ડિગ્રીએ પહોંચી જતાં આગ લાગી હતી.

ઓવરહીટના લીધે આગ ફાટી નીકળી
યુવકે ફાયર બ્રિગેડને ફોન કરતાં ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધા બાદ બેડરૂમનો દરવાજો તોડી યુવકને બહાર કાઢ્યો હતો. આખી રાત કમ્પ્યૂટર ચાલુ રહી જતાં 70 ડિગ્રી સુધી ગરમી થવાથી ઓવરહીટના કારણે આગ લાગી હતી.

આખા ઘરમાં ધુમાડો ફેલાતા શ્વાસ રૂંધાયો
​​​​​​​સોફ્ટવેર એન્જિનિયર હાર્દિક પટેલે મોડી રાત સુધી કોમ્પ્યુટર પર કામ કર્યા બાદ કોમ્પ્યુટર ચાલુ રાખીને સુઈ જતાં સવારે 6.16 વાગ્યે ધુમાડાના કારણે શ્વાસ રુંધાતા હાર્દિકે જોયું તો તેનો બેડરૂમ ધુમાડાથી ભરાઈ ગયો હતો. બેડરૂમની બહાર નીકળાય તેમ નહીં હોવાથી હાર્દિકે બાલ્કનીમાંથી બૂમો પાડતાં સિક્યોરિટી ગાર્ડ અને રહીશોએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરવાજો ન ખુલતાં હાર્દિકે ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો.

બેડરુમનો દરવાજો તોડીને હાર્દિકને બહાર કાઢયો હતો. ફાયર ઓફિસર ઓમ જાડેજાએ જણાવ્યું કે, હાર્દિકના ઘરમાં ઘણાં કમ્પ્યૂટર હતા. જેના પર તે રાતે 1 વાગ્યા સુધી કામ કરતો હતો અને ત્યારબાદ બીજા બેડરૂમમાં સૂઈ ગયો હતો. જો કે રાતે કમ્પ્યૂટર ચાલુ રહી જતા ગરમીનો પારો 70 ડિગ્રી સુધી પહોંચવાથી તેમાં આગ લાગતા તમામ કમ્પ્યૂટર, ફર્નિચર બળી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...