તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તહેવારમાં રંગત જામી:કોરોનાના કેસ ઘટતાં હોટેલ-રેસ્ટોરાં સેક્ટર બેઠું થયું; વીકેન્ડ, તહેવારોને પગલે હોટેલ-રેસ્ટોરાંમાં ફરી લાંબા વેઇટિંગ શરૂ

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેન્કવેટમાં પણ ઇવેન્ટ્સ, સેમિનાર શરૂ થતાં હોટેલ બિઝનેસ વધ્યો

કોરોનાકાળમાં હોટેલ-રેસ્ટોરાં સેક્ટરને સૌથી વધુ આર્થિક ફટકો પડ્યો હતો, પરંતુ કોરોનાના કેસો ઘટવાની સાથે તહેવારોનો માહોલ જામતાં રેસ્ટોરાં બિઝનેસ ફરી ધમધમતો થયો છે. શનિ-રવિ અને જન્માષ્ટમીની રજાને કારણે હોટેલ-રેસ્ટોરન્ટમાં ફરી લાંબા વેઇટિંગ શરૂ થયાં છે. હોટેલના બેન્ક્વેટ હોલમાં પણ વિવિધ ઇવેન્ટ, સેમિનારો થતાં આ સેક્ટરમાં પ્રાણ ફૂંકાયો છે.

રાજ્યભરમાં નાની-મોટી અંદાજે 15થી 18 હજાર જ્યારે અમદાવાદમાં 4થી 5 હજાર હોટેલ-રેસ્ટોરાં છે, જેની પર અંદાજે બે લાખ લોકો નિર્ભર છે. કોરોનાના સમયમાં આ તમામ લોકોના રોજગાર બંધ થઈ જતાં તેમને મોટો આર્થિક ફટકો પડ્યો હતો. જોકે હવે કોરોનાના કેસો ઘટતાં અને તહેવારો શરૂ થતાં હોટેલ-રેસ્ટોરાં સેક્ટર ફરી બેઠું થઈ રહ્યું છે.

ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું કે, કોરોનાની બંને લહેર હોટેલ અને રેસ્ટોરાંના બિઝનેસ માટે ઘાતક નીવડી હતી, પરંતુ છેલ્લા બે મહિનાથી સ્થિતિમાં સુધારો છે. આ સુધારો જળવાઈ રહેશે તો અગામી દિવસોમાં હોટેલ બિઝનેસને સારો એવો નફો મળશે. હાલ તહેવારોની સિઝન છે અને વીકેન્ડમાં મોટા ભાગની રેસ્ટોરાં ફુલ જાય છે. ઉપરાંત બેન્ક્વેટમાં કંપનીઓના સેમિનાર પણ શરૂ થયા છે. જ્યારે ઓનેસ્ટ રેસ્ટોરાંના કાળુભાઈએ જણાવ્યું કે, કોરોના સમયમાં પણ હોમ ડિલિવરી અને ટેકઅવે સુવિધા ચાલુ હતી, પરંતુ એમાં ખાસ બિઝનેસ ન હતો. હવે પહેલાની જેમ જ ગ્રાહકો આવવા લાગ્યાં છે. વીકેન્ડમાં તો ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...