તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફ્રેન્ડશિપ ડે:મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું કોરોનામાં પણ વહ્યા કર્યું, અમદાવાદના એવા મિત્રો જેમણે જીવ જોખમમાં મુકી નિભાવી મિત્રતા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અશોક પટેલ અને પ્રકાશભાઈ.

આજે ફ્રેન્ડશિપ ડે છે. ત્યારે કોરોનાકાળમાં પણ લોકોએ પોતાની મિત્રતા કેવીરીતે નિભાવી તેના કેટલાંક ઉદાહરણ અમદાવાદમાં મળી આવ્યાં છે. છેલ્લા 4 મહિના કરતાં વધારે સમયથી કોરોનાને લઈને ઉજવણીઓ બંધ છે પરંતુ તકલીફોની વણઝાર વચ્ચે પણ લોકો સમયને બાહોશી પૂર્વક ગાળી રહ્યાં છે. જો કે તકલીફોની વણઝાર વચ્ચે પણ કોરોના સંક્રમિત મિત્રોને તેમના મિત્રોએ જે બાહોશી પૂર્વક મદદ કરી તે વાત બિરદાવવા લાયક છે. મૈત્રીભાવનું આ પવિત્ર ઝરણું કેવી રીતે વહ્યાં કર્યું તેના કેટલાક ઉદાહરણ સિટી ભાસ્કર તેના વાચકો માટે લઈને આવ્યું છે.

મિત્રના કોરોના પોઝિટીવ પિતાને PPE કિટ પહેરી ગાડીમાં દવાખાને લઇ ગયો
શહેરના સંકેતભાઇ સોનીના પરિવારમાં મે મહિનામાં પત્ની, પિતા અને ત્રણ ભાઈઓ સહિત પાંચ જણને કોરોના પોઝિટિવ આવ્યો. જ્યાં બાજુમાં દુકાન ધરાવતા મિતુલભાઈએ મિત્રતા નિભાવી હતી. મિત્ર સંકેતભાઇના પિતાને કોરોના પોઝિટિવ હોવા છતાં તેઓ પોતાની ગાડીમાં દવાખાને લઈ ગયા. સોની પરિવારના 4 સંતાન જે નેગેટિવ હતાં તેમની પણ ૨૨ દિવસ સુધી દેખરેખ રાખી. મિતુલભાઇએ PPE કીટ પહેરી પરિવારની સાથે એક મહિનો મિત્રધર્મ નિભાવ્યો હતો.

સંક્રમિત મિત્રની સાથે કારમાં દવાખાના ફર્યાં, એડમિટ કરાવીને જ શ્વાસ લીધો
અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં કામ કરતાં પ્રકાશભાઈને એક વિક પહેલાં શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, તેમનો કોરોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો. હવે તેમને વીએસમાં જવાનું હતું. આ સ્થિતીમાં એક પળનો પણ વિચાર કર્યા વિના તેમનો બાળપણના મિત્ર અશોક પટેલ પોતાનો જીવ જોખમમાં મુકી તમામ સાવચેતીઓ સાથે મિત્રને કારમાં લઈ વીએસ પહોંચી ગયા. અશોક પટેલે કહ્યું હતું કે, મિત્રતા માત્ર સુખના દિવસોમાં જ નહીં કપરી પરિસ્થિતીમાં પહેલાં નીભાવવાની હોય છે. હું પ્રકાશને કારમાં લઈને વીએસમાં ગયો ત્યારે બે કલાક અમે ત્યાં બેસી રહેલા પછી અમને પારેખ હોસ્પિટલમાં જવાનું કહેવાયું હતું. મે પારેખમાં પહોચ્યા. આપણે મિત્રની કાળજીની સાથે પોતાની કાળજી પણ લઈએ તો કોરોના લાગવાનો કોઈ ડર રહેતો નથી.

આખી રાત મને હસાવતો હતો મારો મિત્ર, ગેટ પર બેસી રહેતો
દોઢ વર્ષ પહેલાં હું (નમ્રતા) અને નિશાંત મળેલા. ત્યારે ન્હોતી ખબર કે મિત્રતા આવી જામશે. ફેસબૂક પર અમારી વાત થતી હતી. કોરોના આવ્યો. નિશાંત મારી સામાન્ય કાળજી રાખતો. મે મહિનામાં મારો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો. હું સોલા સિવિલમાં દાખલ થઈ. નિશાંત રોજ ગેટ પાસે આવતો અને વસ્તુઓ મોકલતો. પાસ્તા અને ચોકલેટ્સને હું કેમ ભૂલી શકું?. તે રાત્રે સતત વિડિયો કોલિંગથી મને હસાવતો. ત્યાંથી હોટેલ અને પછી ઘરે તે જ મને લઇ ગયો.અમે એકબીજાને ગમીએ છીએ, પણ પહેલાં તો સાચા મિત્રો છીએ તેમાં કોઈ બેમત નથી.

ઘાનાથી અજાણ્યો કોલ આવ્યો હતો, હજુ મદદ કરે છે અમદાવાદી
શહેરના ઇન્દ્રવિજયસિંહને વેસ્ટ આફ્રિકાના ઘાનાથી મહેન્દ્ર રાઠોડ બોલું છું તેવો કોલ આવ્યો. જેમાં મહેન્દ્રભાઇએ વીજાપુરમાં રહેતા માનસિક બીમાર માતા-બહેન માટે દવા પહોંચાડવા મદદ માંગી. તેઓ ઘડીક મૂંઝાયા પણ મદદ કરવા તૈયાર થયા. ટોસન રાજવી પરિવારના ઇન્દ્રવિજયસિંહ ઝાલાએ મહેન્દ્રભાઇને મદદનું વચન આપ્યું. પાંચ દિવસ 100 મેડિકલ સ્ટોરના ધક્કા ખાધા પરંતુ દવા ન મળી. આખરે એક Dyspએ દવા લાવી આવી. હવે ચાર મહિનાથી ઇન્દ્રવિજયસિંહ ઝાલા આ પરિવારને મદદ કરે છે.

સગર્ભાને કોઇ હોસ્પિટલ ન લઇ ગયું, પ્રાધ્યાપકે વ્યવસ્થા કરી
સુમારા તૈયુબ્બભાઇના પત્ની ગર્ભવતી હતાં. તેમને પ્રસૂતિની પીડા ઉપડી. કોઈ તેમને વાહનમાં હોસ્પિટલ લઈ જવા તૈયાર ન થયું. જ્યાં અમદાવાદમાં રહેતા પ્રો.નવીન શેઠે રીક્ષાની વ્યવસ્થા કરી. જો કે હોસ્પિટલ પહોંચતાં પહેલા રિક્ષામાં જ પુત્રીનો જન્મ થયો. માતા પાછળથી પોઝિટિવ આવ્યાં. લક્ષણો ન હોવાથી ડોક્ટરે રજા આપી. સમયે પડોશીઓએ તેમને ઘર ખાલી કરી દેવા દબાણ કર્યુ. ત્યારે પણ પ્રોફેસર તેમની પડખે આ‌વ્યાં અને સ્થાનિકોને સમજાવ્યાં અને ૨૦ દિવસની તમામ વ્યવસ્થા કરી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો