તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:હીટ એન્ડ રનના આરોપીને એક વર્ષની કેદની સજા થઈ

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના એરપોર્ટ નજીક બેફામ મોટરસાઇકલ હંકારીને રસ્તા પર ઊભી રહેલી મહિલાને ટક્કર મારીને મોતને ઘાટ ઉતારનાર આરોપીને ગ્રામ્ય કોર્ટે 1 વર્ષની સજા અને ભોગ બનનારને 30 હજારનું વળતર આપવા તથા 2000નો દંડ ફટકાર્યો છે.

20-02-2009એ આરોપી સુહાગ દેસાઇએ એરપોર્ટ સર્કલ તરફથી પૂરઝડપે ગફલતભરી રીતે મોટરસાઇકલ ચલાવીને રસ્તા પર ઊભી રહેલી બે મહિલાઓને ટક્કર મારી હતી અને તે પૈકી જમનાબેન ભીલનું મૃત્યુ થયું હતું. જ્યારે દિવાબેન ભીલને પગના નળા અને ઢીંચણની નીચે ફ્રેકચર થયું હતું.

સજા ઓછી કરવા આરોપી દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, કુટુંબમાં કમાનાર વ્યક્તિઓમાંથી તે એક જ કમાનાર વ્યક્તિ છે. અને તેમના બાળકોની જવાબદારી પણ તેમના પર છે. તેથી ઓછી રકમનો દંડ અને સજા આપવા વિનંતી છે.

જ્યારે સરકાર તરફે એવી એડવોકેટ ધીરુભાઇ પરમારે એવી દલીલ કરી હતી કે, આરોપીએ પહેલા વખત ગુનો કર્યો છે તે બાબતે તેને છોડી શકાય નહી. સમાજમાં આવા ગુુના વધી રહ્યા છે તેથી વધુને વધુ સજા મળવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...