તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એનાલિસિસ:પૂર્વના કોટ વિસ્તારમાં સૌથી વધુ મતદાન, 48 વોર્ડમાંથી 11 વોર્ડમાં 50 ટકા ઉપર મતદાન માત્ર પુરુષોએ કર્યું

અમદાવાદ4 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શહેરના પૂર્વ વિસ્તારમાં અને ખાસ કરીને કોટ તેમજ લઘુમતી અને દલિત સમાજની વસતી વધુ છે
 • કોટ વિસ્તારમાં આવતા દરિયાપુર અને ખાડિયા વિસ્તારમાં મતદાન વધુ થયું છે

રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમદાવાદમાં સૌથી ઓછું મતદાન થયું છે જેને લઈ ઉમેદવારો ચિંતામાં આવી ગયા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં અને ખાસ કરીને કોટ તેમજ લઘુમતી અને દલિત સમાજની વસતી વધુ છે ત્યાં સૌથી વધુ મતદાન થયું છે. કોટ વિસ્તારમાં આવતા દરિયાપુર અને ખાડિયા વિસ્તારમાં મતદાન વધુ થયું છે જેમાં પણ પુરુષોએ સૌથી વધુ મતદાન કર્યું છે. આ ચૂંટણીમાં માત્ર ભાજપ અને કોંગ્રેસ પક્ષ જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી અને ઓવેસીની AIMIM પાર્ટીએ પણ ચૂંટણીમાં ઝંપલવાતા કોંગ્રેસ લઘુમતી અને દલિત સમાજની વસતી જ્યાં વધુ છે બેકફૂટ પર છે અને જ્યાં આખી પેનલ આવે છે ત્યાં પેનલ તૂટે તેવી પુરી શક્યતા છે.

ગોમતીપુર વિસ્તારમાં સૌથી વધુ મતદાન
લઘુમતી સમાજ અને દલિત સમાજની વસતી વધુ છે એવા ગોમતીપુર વિસ્તારમાં સૌથી વધુ મતદાન થયુ છે ત્યારે કોંગ્રેસની આખી પેનલ ત્યાં તૂટે અને ઓવેસીની AIMIM પાર્ટીને 2 કે 3 બેઠક મળે અને કોંગ્રેસમાં માત્ર 1 જ ઉમેદવાર જ જીતે તેવી શક્યતાઓ મતદાન પરથી જણાઈ રહી છે. મકતમપુરામાં પણ કોંગ્રેસના 2 જ ઉમેદવાર જીતે તેવી શક્યતા છે. AIMIMના 2 ઉમેદવાર બાજી મારી શકે છે. પૂર્વ વિસ્તારમાં લઘુમતી સમાજના જ્યાં વધુ વોટબેક છે એવા વિસ્તારમાં AIMIMના ઉમેદવારો છે અને ત્યાં ભારે મતદાન થતાં કોંગ્રેસ ચિંતામાં આવી ગઈ છે. મેઘાણીનગર વોર્ડમાં કોંગ્રેસ પોતાની બે સીટ બચાવી શકે તેવી શક્યતા છે.

સૌથી વધુ ગોમતીપુર, દરિયાપુર, ખાડિયામાં મતદાન
સૌથી વધુ ગોમતીપુર, દરિયાપુર, ખાડિયામાં મતદાન

પશ્ચિમ કરતા પૂર્વમાં વધુ મતદાન
અમદાવાદમાં મતદાન નીરસ રહ્યું છે પરંતુ પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ મતદાન થતું જોવા મળ્યું છે જેમાં ખાસ કરીને સ્ત્રીઓ કરતા પુરુષોએ વધુ મતદાન કર્યા છે. 48 વોર્ડમાંથી 11 વોર્ડમાં 50 ટકા ઉપર પુરુષોએ મતદાન કર્યું છે. 11 વોર્ડમાંથી પૂર્વ વિસ્તારના જ 10 વોર્ડમાં પુરુષોએ વધુ મતદાન કર્યું છે. સૌથી વધુ ગોમતીપુરમાં 54.87, દરિયાપુરમાં 53.62, ખાડિયામાં 52.93 અને લાંભામાં 52.76 ટકા પુરુષોએ મતદાન કર્યું છે.

48 વોર્ડમાંથી 11 વોર્ડમાં 50 ટકા ઉપર પુરુષોએ મતદાન કર્યું છે.
48 વોર્ડમાંથી 11 વોર્ડમાં 50 ટકા ઉપર પુરુષોએ મતદાન કર્યું છે.

કયા વોર્ડ પર પુરુષોએ કર્યું સૌથી વધુ મતદાન

વોર્ડ નંબરવોર્ડનું નામપુરુષ મતદાન ટકાવારી
15અસારવા52
16શાહીબાગ50.8
21દરિયાપુર53.62
25વિરાટનગર51.34
26બાપુનગર52.08
27સરસપુર51.48
28ખાડિયા52.93
34મકતમપુરા50.39
38ગોમતીપુર54.87
41વસ્ત્રાલ50.78
46લાંભા52.76

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો