તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં રાજકીય ડ્રામા:"ટિકિટ કાપી તો આપઘાત કરીશ, કાર્યાલયની બહાર રોકકળ, લોકશાહી નહિ, લાગવગશાહી ચાલે છે", ટિકિટો ન મળતાં મહિલા ઉમેદવારોના પારા છટક્યા

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી વધુ વિરોધ મહિલા ઉમેદવારો દ્વારા નોંધાયો છે
  • અલગ-અલગ પક્ષના નેતાઓને ધમકીઓ, શ્રાપ તેમજ રોકકળ સહિતનાં દૃશ્યો જોવા મળ્યાં

આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી વધુ વિરોધ મહિલા ઉમેદવારો દ્વારા નોંધાયો છે. 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોઈએ ટિકિટ કપાતાં, તો કોઈએ વોર્ડ બદલી નાખવા સહિતની બાબતે અલગ-અલગ પાર્ટીઓનો વિરોધ કર્યો છે. વિરોધ કરનારી મહિલા ઉમેદવારોમાં સૌથી વધુ ભાજપ-કોંગ્રેસનાં હતાં. ઉમેદવારી ફોર્મ ભરાવવાની સાથે જ ગુજરાતમાં રાજકીય ડ્રામાની શરૂઆત થઈ ગઈ હતી, જેમાં નેતાઓને ધમકીઓ, શ્રાપ તેમજ રોકકળ સહિતનાં દૃશ્યો જોવા મળ્યાં છે.

અમદાવાદ: ચાંદલોડિયાનાં મહિલા કાર્યકરનો રોષ: ટિકિટ કાપી તો આપઘાત કરીશ
ચાંદલોડિયાની એક મહિલા કાર્યકર્તાની ટિકિટ કપાઇ જતાં તેણે ભાજપના અગ્રણી સુરેન્દ્ર પટેલને ફોન કરેલા આક્ષેપો અક્ષરશઃ અહીં મૂક્યા છે. મહિલાએ ઉગ્ર થઈ ફોન પર ‘સુરેન્દ્રકાકા તમે મારી ટિકિટ કપાવી, હું તમારા ઘરે આવી આપઘાત કરીશ, હું પથારી ગરમ કરવાવાળી નથી સમજી લેજો’, સાહેબ તમે જે મારા માટે ખોટું કર્યું એનો પણ ભગવાનને જવાબ આપવા માટે તૈયાર રહેજો. રાજેશ્વરીને ટિકિટ તમે અપાવી અને મને કહ્યું કે મારી ટિકિટ તમે નથી કાપી, પણ મારો શ્રાપ છે તમને એટલું યાદ રાખજો. કાર્યાલય પરથી બોલું છું. તમને કાપવામાં શું રસ હતો કે રાજેશ્વરીને ટિકિટ મળે એમાં તમને શું રસ હતો સહિતના શબ્દોનો પ્રયોગ કર્યો હતો.

વડોદરા વોર્ડ 7ના ભાજપના કાર્યકર ગીતાબેન રાણા કેમેરા સામે જોરજોરથી રડવા લાગ્યાં હતાં.
વડોદરા વોર્ડ 7ના ભાજપના કાર્યકર ગીતાબેન રાણા કેમેરા સામે જોરજોરથી રડવા લાગ્યાં હતાં.

વડોદરા: ટિકિટ ન મળતાં મહિલા કાર્યકરે જોરજોરથી રડી હોબાળો મચાવ્યો
વડોદરામાં ભાજપનાં એક મહિલા કાર્યકરે ટિકિટ ન મળતાં હોબાળો મચાવ્યો હતો. તેઓ કેમેરા સામે જોરજોરથી રડવા પણ લાગ્યાં હતાં. ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું તો વોર્ડ 7ના ભાજપનાં કાર્યકર ગીતાબેન રાણાએ હોબાળો મચાવ્યો હતો. પોતાનું નામ જાહેર ન થતાં ગીતાબેન પાર્ટી કાર્યાલય પર પહોંચી ગયાં હતાં અને જોરજોરથી રડવા લાગ્યાં હતાં. ત્યારે શહેર ભાજપ મહામંત્રી રાકેશ સેવકે ગીતાબેન રાણાને સમજાવ્યા હતા. ત્યારે ગિન્નાયેલા ગીતાબેને અપક્ષમાં લડવાની જાહેરાત કરી હતી.

રાજકોટ: ઉમેદવારના નામ જાહેર થયા બાદ મહિલા કોંગ્રેસમાં કકળાટ, કોંગ્રેસ કાર્યાલય ગરમાયું
રાજકોટમાં પણ ઉમેદવારોની જાહેરાત બાદ માહોલ ગરમાયો હતો. રાજકોટના વોર્ડ નંબર-1માં બહારના ઉમેદવાર જાહેર કરતાં સ્થાનિક કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો હતો, જેમાં ટિકિટવાંછુ મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા અને તેમણે પાર્ટીનો વિરોધ કર્યો હતો. આ અંગે શહેર કોંગ્રેસના નેતાઓએ આંતરિક મામલો ગણાવતાં કહ્યું હતું કે કોંગ્રેસ એક પરિવાર છે અને પરિવારમાં નારાજગી અને ખુશી એમ ચાલ્યા કરે. અમે અમારા પરિવારના સભ્યોને મનાવી લઇશું.

સુરતના વોર્ડ નંબર 3માં ઉમેદવારીપત્ર પરત ખેંચનારાં કોંગ્રેસનાં ઉમેદવાર જ્યોતિ સોજીત્રા.
સુરતના વોર્ડ નંબર 3માં ઉમેદવારીપત્ર પરત ખેંચનારાં કોંગ્રેસનાં ઉમેદવાર જ્યોતિ સોજીત્રા.

સુરત: કોંગ્રેસનો વિરોધ, પાસને સમર્થન, મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું
સુરતમાં પાસ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે ત્યારે પાસે જાહેરાત કરી હતી કે કોંગ્રેસના પાટીદાર ઉમેદવારો પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચે. વોર્ડ નંબર 3માં કોંગ્રેસના ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે, જે પૈકી જ્યોતિ સોજીત્રાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી લીધું છે. જ્યોતિબેને જણાવ્યું હતું કે મારા પક્ષે મારા સમાજ સાથે અન્યાય કર્યો છે, જેથી મેં મારું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું છે. છેક સુધી મારું કંઈ સાંભળવામાં આવ્યું ન હતું. મારા વોર્ડમાં એક એવી વ્યક્તિને મૂકી દીધી છે કે ઉપરથી ઊડીને આવેલી વ્યક્તિ છે. આજે તેમણે પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. અમે એક હોળીનું નાળિયેર હોઈએ એવી સ્થિતિ કરી દીધી છે. અમારી કારકિર્દી પૂરી કરી દેવાનું કોંગ્રેસે કામ કર્યું હોય એવું મને લાગે છે.

ટિકિટ કપાતાં મહિલા કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કર્યો હતો.
ટિકિટ કપાતાં મહિલા કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કર્યો હતો.

રાજકોટ: બાળકોને ઘરે મૂકીને કોંગ્રેસમાં કામ કર્યું છતાં ટિકિટ ન આપી
રાજકોટમાં કોંગ્રેસની યાદીમાં ટિકિટ કપાતાં કાર્યકરો પરિવાર સાથે કોંગ્રેસ કાર્યાલય પહોંચી ગયા હતા અને કોંગ્રેસનાં મહિલા કાર્યકરો ધરણાં પર બેસી ગયાં હતાં. પાયાના કાર્યકરોની ટિકિટ કપાતાં ન્યાય આપવાની માગ કરી છે. ટિકિટ કપાતાં મહિલા કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કર્યો હતો. નારાજ મહિલા કાર્યકરોએ કહ્યું હતું, બાળકોને ઘરે મૂકીને કોંગ્રેસમાં કામ કર્યું છતાં ટિકિટ ન આપી, લોકશાહી નહીં, લાગવગશાહી છે. મહિલા કાર્યકર સરોજ રાઠોડે રોષ વ્યક્ત કરતા કહ્યું, છેલ્લાં 5 વર્ષથી પાર્ટીમાં કામ કરું છું છતાં ન્યાય નહીં મળ્યો. ઘર અને બાળકોને ઘરે મૂકીને કોંગ્રેસમાં કામ કરું છું છતાં ન્યાય આપવા માગતા નથી. કામ કરું છું છતાં મને હક્ક આપતા નથી. આ લોકશાહી નહિ, લાગવગશાહી છે. કોંગ્રેસ મને ન્યાય આપે.

ચાંદખેડાના કાર્યકરો, મહિલા કાર્યકર ઉમેદવાર પ્રતિમા સક્સેનાએ આઇકે જાડેજાને આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારી હતી.
ચાંદખેડાના કાર્યકરો, મહિલા કાર્યકર ઉમેદવાર પ્રતિમા સક્સેનાએ આઇકે જાડેજાને આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારી હતી.

અમદાવાદ: ભાજપમાં ટિકિટનો તણાવ, 500 કાર્યકરોએ રાજીનામાં આપ્યાં
ઉમેદવારો જાહેર કર્યાના પહેલા જ દિવસે ભાજપમાં બળવો સામે આવ્યો હતો. શહેરના વાસણા, નારણપુરા, ગોતા, ચાંદખેડા, સરદારનગર સહિતના વોર્ડમાં મહિલા સહિતના કાર્યકરોએ ભારે વિરોધ કર્યો હતો. ચાંદખેડાના કાર્યકરો, મહિલા ઉમેદવાર પ્રતિમા સક્સેના સામે વિરોધ કરવા ખાનપુર કાર્યાલય પહોંચ્યાં હતાં. અહીં આઇકે જાડેજાને આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારી હતી કે શુક્રવારે બપોરે 12 વાગે ઉમેદવાર નહીં બદલાય તો 500 કાર્યકરોનાં રાજીનામાં આપી દેવાશે, સાથે જ કાંકરિયા ખાતે જુલાઈ 2019માં રાઇડ અકસ્માત થયો હતો, જેમાં જવાબદાર અને રાઇડનો કોન્ટ્રેક્ટ ધરાવતા ઘનશ્યામ પટેલના ભાઈ મહેન્દ્ર પટેલને અમરાઈવાડીથી ટિકિટ આપવામાં આવતાં મહિલાઓ દ્વારા વિવાદ સર્જાયો હતો.

અમદાવાદ: ઇન્ડિયા કોલોનીમાંથી પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ સોનલ પટેલની નારાજગી
અમદાવાદ મહાનગરપાલિકાની ટિકિટ વહેંચણીમાં ઇન્ડિયા કોલોનીમાંથી પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ સોનલ પટેલે ટિકિટ માગી હતી. સતત 20 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય થઈ કામ કરતાં સોનલ પટેલ 2015થી મહાનગરપાલિકામાં ચૂંટણી લડવા ટિકિટ માગી હતી. છેવટે 2021માં પણ ટિકિટ કપાતાં નારાજ થયાં અને આ માટે તેમણે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમાર અને હિંમતસિંહ પટેલને જવાબદાર ઠેરવ્યા હતા. ગુસ્સે ભરાયેલાં સોનલ પટેલે નેતાઓની પોલ ખોલતાં કહ્યું હતું કે, ‘નેતાઓ તેમની રૂપલલનાઓને ટિકિટ અપાવવા દોડે છે.’ સોનલ પટેલે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે રાજીનામું આપતાં કહ્યું કે, ‘કોંગ્રેસના કાર્યકર તરીકે રહીશ, પણ ઇન્ડિયા કોલોનીમાં તેમના વિસ્તારમાં કોંગ્રેસના એકપણ ઉમેદવારને પ્રચાર કરવા આવવા નહીં દઉં.’

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો