તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Highest Number Of People Were Found Wandering Outside In The Eastern Part Of Ahmedabad But Naroda Police Did Not Catch A Single Person

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કર્ફ્યૂમાં કાર્યવાહી:અમદાવાદમાં કર્ફ્યૂના જાહેરનામાનો ભંગ કરવા બદલ 596 ગુના નોંધાયા, વસ્ત્રાપુરનો 1 આરોપી પોઝિટિવ આવ્યો

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર
  • પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ લોકો બહાર રખડતાં મળી આવ્યા પરંતુ નરોડા પોલીસે એકપણ વ્યક્તિને ન પકડ્યો

કોરોના સંક્રમણ અમદાવાદ શહેરમાં વધતા શુક્રવારે રાતે નવ વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણપણે કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં પોલીસે જાહેરનામા ભંગના ગુના નોંધ્યા હતા. શુક્રવાર રાતથી રવિવારે સાંજે 4 વાગ્યા સુધી અમદાવાદ શહેરમાં કુલ 596 કર્ફ્યૂ જાહેરનામા ભંગ બદલ ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં ચોંકાવનારી બાબત સામે આવી છે કે, નરોડા વિસ્તારમાં એક પણ જાહેરનામા ભંગનો કેસ કર્યો નથી. જેથી નરોડા વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ બહાર ન નીકળી નથી કે પોલીસે કોઈ કેસ જ નથી કર્યો. જ્યારે તેના પાડોશી અને તે જ વિસ્તારના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં 23 જેટલા કેસ શનિવારે નોંધવામાં આવ્યા છે.

કર્ફ્યૂના ભંગ મામલે પોલીસે કરેલી કાર્યવાહીની વિગતો
કર્ફ્યૂના ભંગ મામલે પોલીસે કરેલી કાર્યવાહીની વિગતો

રાતે નવ વાગ્યા પહેલા લગ્ન પૂરાં કરવા પડશેઃ કમિશનર
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે માહિતી આપતા જણાવ્યું હતું કે, એપેડેમિક એક્ટ, જાહેરનામા ભંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં 92 વાહન ડિટેઇન કરી રૂ. 2.44 લાખનો દંડ વસૂલ્યો છે. માસ્ક ન પહેરવા બદલ 279 લોકોને દંડ કરી રૂ. 2.79 લાખનો દંડ કર્યો છે. અમદાવાદ શહેરમાં આવતીકાલ રાતે નવથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. DCP, ACPથી લઈ 5000થી વધુ પોલીસકર્મીઓ બંદોબસ્તમાં હાજર રહેશે. લોકોને અપીલ છે કે રાત્રિ કર્ફ્યૂ દરમ્યાન બહાર ન નીકળે. શહેરમાં યોજાનારા લગ્ન બાબતે તેઓએ જણાવ્યું હતું કે, રાતે નવ વાગ્યા પહેલા જ લગ્ન સમારંભ પૂરો કરી દેવો પડશે. રાતે નવ પછી કર્ફ્યૂ લાગુ પડશે.​​​​​​​

કર્ફ્યૂના ભંગ મામલે પોલીસે કરેલી કાર્યવાહીની વિગતો
કર્ફ્યૂના ભંગ મામલે પોલીસે કરેલી કાર્યવાહીની વિગતો

પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ લોકો ઝડપાયા
અમદાવાદમાં કુલ 596 કેસમાંથી પૂર્વ વિસ્તારમાં જ 445 જેટલા જાહેરનામા ભંગના કેસ નોંધાયા છે. પૂર્વ વિસ્તારમાં રામોલ, કૃષ્ણનગર, ગોમતીપુર, ઓઢવ, વટવા અને નિકોલ વિસ્તારમાં લોકો સૌથી વધુ લોકો બહાર ફરતા મળી આવ્યા હતા. જો કે, પૂર્વ વિસ્તારમાં નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકપણ વ્યક્તિ સામે કેસ કરવામાં આવ્યો નથી. જેથી ત્યાં કોઈપણ વ્યક્તિ બહાર નીકળ્યો ન હતો કે પછી નવા પીઆઇ એચ.કે સોલંકીએ ચાર્જ લેતા જ પોલીસ કડક બની તેના પર સવાલ છે.

કર્ફ્યૂના ભંગ મામલે પોલીસે કરેલી કાર્યવાહીની વિગતો
કર્ફ્યૂના ભંગ મામલે પોલીસે કરેલી કાર્યવાહીની વિગતો

અત્યાર સુધી 9 પોલીસ કર્મીઓના કોરોનાથી મોત
21 નવેમ્બરના રોજ 13 પોલીસકર્મીઓ અને 14 હોમગાર્ડ, Trb જવાન મળી કુલ 47 કર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે 5 પોલીસકર્મીઓ કોરોના નેગેટિવ થયા છે. લોકડાઉનથી અત્યાર સુધીમાં કુલ 906 પોલીસ અધિકારી તથા કર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. 850 પોલીસકર્મીઓ કોરોનામાંથી બહાર આવ્યા છે જયારે નવ પોલીસકર્મીઓ કોરોનાથી અવસાન પામ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો