તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં વેક્સિનેશન:પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 6.58 લાખ, દક્ષિણ પશ્ચિમમાં સૌથી ઓછા 1.75 લાખ લોકોને રસી

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: શાયર રાવલ
  • કૉપી લિંક
રેલવે સ્ટેશને પણ વેક્સિનેશન કાર્યક્રમ હાથ ધરાયો હતો. - Divya Bhaskar
રેલવે સ્ટેશને પણ વેક્સિનેશન કાર્યક્રમ હાથ ધરાયો હતો.
  • 18થી વધુ વયના અંદાજે 42 લાખમાંથી 53 ટકાને પ્રથમ ડોઝ અને 12 ટકાને કોરોનાની વેક્સિનના બંને ડોઝ અપાઈ ચૂક્યા
  • શાહીબાગમાં 18થી 44 વર્ષના સૌથી વધુ 52 હજારને વેક્સિન

શહેરમાં રસીકરણ વધારવા મ્યુનિ.એ મહાભિયાન શરૂ કર્યું છે. મ્યુનિ.ના આંક્ડા પ્રમાણે દક્ષિણ-પશ્વિમ ઝોનમાં સૌથી ઓછી 1.75 અને પશ્વિમ ઝોનમાં સૌથી વધુ 6.56 લાખ લોકોને રસી અપાઈ છે. શહેરમાં 18 વર્ષ ઉપરના લોકોની અંદાજીત વસ્તી 42 લાખ છે, તે પૈકી 22.50 લાખ એટલે કે, 53 ટકા લોકોને પ્રથમ અને પાંચ લાખ એટલે કે, 12 ટકા લોકોને વેક્સિનના બંને ડોઝ અપાઈ ચૂક્યા છે. કોર્પોરેશન હદ વિસ્તારમાં આવતા મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં રસીકરણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. અધિકારીઓએ મુસ્લિમ ધર્મના આગેવાનો-ધર્મગુરૂઓ સાથે બેઠક યોજી મહત્તમ લોકોને વેક્સિન લેવા અપિલ કરી છે.

ખાડિયા, દરિયાપુર, શાહપુર, જમાલપુર, શાહીબાગ, સરખેજ અને અસારવામાં મુસ્લિમોની નોંધપાત્ર વસ્તી છે. મ્યુનિ.ના આંકડા પ્રમાણે આ છ વિસ્તારોમાં અર્બન હેલ્થ સેન્ટરમાં 18થી મોટા આશરે 2.10 લાખને વેક્સિન અપાઈ છે. આ વિસ્તારોના કેટલાં લોકોએ વેક્સિન લીધી છે તેનો ચોક્કસ આંકડો કાઢ‌વો મુશ્કેલ હોવાનું મ્યુનિ. અધિકારીએ જણાવ્યું છે. આ છ વિસ્તારોમાં 18થી ઉપરના આશરે 4.14 લાખ લોકો વસે છે. આ વિસ્તારના વેક્સિનેશન સેન્ટરો પર મોટાભાગે બહારના લોકોએ વેક્સિન લીધી છે તેથી આ સેન્ટરોનો આંકડો ઉંચો આવે છે.

અર્બન18 વર્ષ ઉપરનીકુલ
હેલ્થ સેન્ટરઅંદાજિત વસ્તીવેક્સિન
ખાડિયા72,36141,628
દરિયાપુર47,39218,398
શાહપુર77,50746,648
જમાલપુર90,01727,769
શાહીબાગ85,05251,975
અસારવા41,19823,170
કુલ4,13,5272,09,588

​​​​​​​ઝોનવાર રસીકરણ

ઝોનકુલ
નવો પશ્વિમ ઝોન4,77,266
દક્ષિણ-પશ્વિમ ઝોન1,75,252
દક્ષિણ ઝોન4,44,732
ઉત્તર ઝોન4,04,082
મધ્ય ઝોન3,06,948
પશ્વિમ ઝોન6,58,006
પૂર્વ ઝોન2,86,225
કુલ27,52,511

​​​​​​​વેક્સિન સિવાય કોઈ વિકલ્પ નથી

દેશ અને દુનિયાના તજજ્ઞો સંભવિત ત્રીજી લહેરની શક્યતા બતાવી રહ્યાં છે ત્યારે સમજવાની જરૂર છે કે, આપણી પાસે વેક્સિન જ એકમાત્ર વિકલ્પ છે. મ્યુનિ.ની ટીમ 100 લોકો ભેગા થઈ શકતા હોય ત્યાં જઈને વેક્સિન આપી રહી છે. લોકોને વેક્સિન લેવા જાગૃત કરવાની સાથોસાથ મહત્તમ લોકોનું વેક્સિનેશન કરવા મહાભિયાન શરૂ કર્યું છે. નાગરિકોનો પ્રતિસાદ મળવો ખૂબ જરૂરી છે. - મુકેશ કુમાર, મ્યુનિ. કમિશનર, એએમસી

અન્ય સમાચારો પણ છે...