AMCની રિવ્યૂ બેઠક:અમદાવાદ શહેરમાં નવરંગપુરા, બોડકદેવ, જોધપુર અને થલતેજમાં કોરોનાના સૌથી વધુ કેસ, 2221માંથી 67 દર્દી હોસ્પિટલમાં દાખલ

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • AMCની બેઠકમાં બેડ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને માઇક્રો કન્ટેઇનમેન્ટ અંગેની ચર્ચા

રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. તેમાં પણ ગુજરાતના કુલ દૈનિક કેસોમાંથી 50 ટકા જેટલા કેસો તો અમદાવાદ શહેરમાં જ આવી રહ્યા છે. પહેલી લહેર સમયથી અમદાવાદ કોરોના હોટસ્પોટ રહ્યું છે અને ત્રીજી લહેરમાં પણ હોટસ્પોટ જ છે. જો કે પહેલી લહેરની તુલના આ વખતે પૂર્વ કરતા પશ્ચિમના વિસ્તારો હોટસ્પોટ બન્યા છે. શહેરમાં સૌથી વધુ કોરોનાના કેસો પશ્ચિમ વિસ્તારમાં નોંધાઈ રહ્યા છે, જેમાં જોધપુર, સેટેલાઇટ, આનંદનગર, બોડકદેવ, થલતેજ અને ચાંદલોડીયા વિસ્તારનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાં હાલમાં 2221 જેટલા કેસો નોંધાયેલા છે. જેમાં માત્ર 67 જ હોસ્પિટલમાં દાખલ છે બાકીના 2123 લોકો હોમ આઇસોલેશનમાં છે.

1 જાન્યુઆરીએ કયા હોટસ્પોટમાં કેટલા કેસ નોંધાયા
1જાન્યુઆરીએ સૌથી વધુ નવરંગપુરામાં 76 કેસ નોંધાયા હતા. જ્યારે 52 કેસ સાથે બોડકદેવ બીજા નંબરે અને 51 કેસ સાથે પાલડી ત્રીજા નંબરે હતા. જ્યારે 48 કેસ સાથે જોધપુર ચોથા અને 31 કેસ સાથે થલતેજ પાંચમાં નંબર પર હતા.

મ્યુનિ.કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની રિવ્યૂ બેઠક શહેરમાં વધતા જતા કેસોને પગલે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટાયેલી પાંખ અને મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે કોરોનાની રિવ્યૂ બેઠક યોજાઇ હતી. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધે તો તેમની સામે લડત આપવા માટે બેડ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને માઇક્રો કન્ટેઇનમેન્ટ અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

AMC સંચાલિત હોસ્પિટલમાં 650 ICU બેડ ઉપલબ્ધ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે આ મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે, કોરોનાની રિવ્યૂ બેઠક કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે યોજાઈ હતી. શહેરમાં 48 જેટલા ટેસ્ટિંગ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. રોજના 10 હજાર લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. 44 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન છે. 90 ધન્વંવતરી રથ અને 104 સંજીવની રથ છે. 51 હોસ્પિટલમાં પૂરતા બેડની વ્યવસ્થા છે. AMC સંચાલિત હોસ્પિટલમાં 2805 જેટલા બેડ છે, જેમાં 1800 ઓક્સિજન બેડ, 650 ICU બેડ, 355 સાદા બેડ ઉપલબ્ધ છે.

પશ્ચિમ અમદાવાદમાં આ 3 કારણને લીધે કેસ વધ્યા

  1. છેલ્લા દોઢ મહિનામાં 1 હજારથી વધુ લોકો યુકે સહિતના દેશોમાંથી આવ્યા છે.
  2. આ પેસેન્જરો એરપોર્ટ ટેસ્ટમાં નેગેટિવ આવ્યા એ પછી તેઓ સંખ્યાબંધ લોકોને મળ્યા અને ફરી ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા
  3. ​​​​​​​હજુ પણ પશ્ચિમના મોટાભાગના વિસ્તારોમાં લોકો માસ્ક પહેરવાનું કે સોશિયલ ડિસ્ટન્ટ જાળવવાનું ટાળે છે.

1 જાન્યુઆરીએ કયા વિસ્તારમાં કેટલા કેસ

વિસ્તારકેસ
બોડકદેવ52
ચાંદલોડિયા8
ઘાટલોડિયા18
ગોતા23
થલતેજ31
ચાંદખેડા14
નારણપુરા22
નવા વાડજ17
નવરંગપુરા76
પાલડી51
રાણીપ23
સ્ટેડિયમ13
સાબરમતી13
વાસણા15
જોધપુર48
સરખેજ23
વેજલપુર12
મક્તમપુરા17
બાપુનગર1

ઈન્ડિયાકોલોની

02
નરોડા4
કુબેરનગર4
સરસપુર3

ઠક્કરબાપાનગર

03
અસારવા2
જમાલપુર4
ખાડિયા4
શાહીબાગ6
શાહપુર2
અમરાઈવાડી01
ભાઈપુરા1
ગોમતીપુર4
નિકોલ3
ઓઢવ1
રામોલ1
દાણીલીમડા09
ઈસનપુર3
ખોખરા2
લાંભા1
મણિનગર12
વટવા8
ઈન્દ્રપુરી2
કુલ559