તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Highest Number Of Cases Per 10 Thousand Tests Came In Rajkot Vadodara, Surendranagar, Morbi In The District Where By elections Were Held.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એનાલિસિસ:પ્રતિ 10 હજાર ટેસ્ટ દીઠ સૌથી વધુ કેસ રાજકોટ-વડોદરામાં, પેટાચૂંટણી થઈ એ જિલ્લામાં સુરેન્દ્રનગર, મોરબી મોખરે આવ્યાં

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર
  • કોરોના સંક્રમણમાં વધારો કોના લીધે? દિવાળી કે પછી પેટાચૂંટણી?

સરકારના જણાવ્યા મુજબ દિવાળીની ખરીદી માટે મહાનગરોમાં ઉમટેલી ભીડને કારણે સંક્રમણ વધ્યું તેમાંય ચાર મહાનગરોમાં જ સંક્રમણ ખૂબ વધ્યુ હોવાનું સરકાર જણાવે છે. દિવાળી 15 નવેમ્બરે હતી તેના પંદર દિવસ કે એક અઠવાડિયા પહેલાં લોકોએ બજરોમાં ભીડમાં આવવાનું શરૂ કર્યું તેમ માનીએ, તો હાલ આવી રહેલાં કેસ તેની અસર ગણવી જોઇએ. તે પ્રમાણે જોઇએ તો.

અમદાવાદ: 1,63,869 ટેસ્ટ થયાં તેમાંથી 2,857 કેસ નવાં આવ્યાં, સરેરાશ પોઝિટિવ કેસનો દર 1.74 % રહ્યો એટલે કે દર દસ હજાર ટેસ્ટે 174 પોઝિટિવ દર્દી નોંધાયા. છેલ્લાં એક સપ્તાહમાં અમદાવાદમાં 89,491 ટેસ્ટ થયાં અને 1,686 નવા કેસ આવ્યાં. જેની ટકાવારી 1.88 % રહી.
સુરત: 1,33,622 ટેસ્ટ થયાં તેમાંથી 2,521 કેસ નવાં આવ્યાં, સરેરાશ પોઝિટિવ કેસનો દર 1.89 % રહ્યો એટલે કે દર દસ હજાર ટેસ્ટે 189 પોઝિટિવ દર્દી નોંધાયા. છેલ્લાં એક સપ્તાહમાં સુરતમાં 66,938 ટેસ્ટ થયાં અને 1,400 નવા કેસ આવ્યાં. જેની ટકાવારી 2.09 % રહી.
વડોદરા: 39,937 ટેસ્ટ થયાં તેમાંથી 1,740 કેસ નવાં આવ્યાં, સરેરાશ પોઝિટિવ કેસનો દર 4.36 % રહ્યો એટલે કે દર દસ હજાર ટેસ્ટે 436 પોઝિટિવ દર્દી નોંધાયા. છેલ્લાં એક સપ્તાહમાં વડોદરામાં 21,778 ટેસ્ટ થયાં અને 979 નવા કેસ આવ્યાં. જેની ટકાવારી 4.50 % રહી.
રાજકોટ: 46,373 ટેસ્ટ થયાં તેમાંથી 1,672 કેસ નવાં આવ્યાં, સરેરાશ પોઝિટિવ કેસનો દર 3.60 % રહ્યો એટલે કે દર દસ હજાર ટેસ્ટે 360 પોઝિટિવ દર્દી નોંધાયા. છેલ્લાં એક સપ્તાહમાં રાજકોટમાં 23,920 ટેસ્ટ થયાં અને 1,081 નવા કેસ આવ્યાં. જેની ટકાવારી 4.52 % રહી.

જ્યારે ચૂંટણી થઇ તે જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ:
ગુજરાતમાં પેટાચૂંટણી 3 નવેમ્બરે થઇ અને તે વડોદરા, અમરેલી, કચ્છ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, વલસાડ અને ડાંગ જિલ્લામાં થઇ. જો તે દિવસે જે-તે બેઠક પર મતદાનમાં ઉમટેલી ભીડને કારણે લોકો સંક્રમિત થયાં હોય તો તબીબી નિષ્ણાંતોના મત મુજબ પાંચમા દિવસથી લક્ષણો દેખાવવાની શરુઆત થાય. આમ 7 નવેમ્બરથી લક્ષણો દેખાવવાની શરુઆત થઇ હોય તેમ માનીએ તો સાતમીથી વીસમી નવેમ્બર સુધીના આંકડા ચકાસીએ તો,

સુરેન્દ્રનગર: 10,993 ટેસ્ટ થયાં તેમાંથી 266 કેસ નવાં આવ્યાં, સરેરાશ પોઝિટિવ કેસનો દર 2.41 % રહ્યો.
મોરબી: 10,263 ટેસ્ટ થયાં તેમાંથી 200 કેસ નવાં આવ્યાં, સરેરાશ પોઝિટિવ કેસનો દર 1,95 % રહ્યો.
કચ્છ: 18,716 ટેસ્ટ થયાં તેમાંથી 190 કેસ નવાં આવ્યાં, સરેરાશ પોઝિટિવ કેસનો દર 1 % રહ્યો.
અમરેલી: 18,232 ટેસ્ટ થયાં તેમાંથી 178 કેસ નવાં આવ્યાં, સરેરાશ પોઝિટિવ કેસનો દર 0.98 % રહ્યો.
બોટાદ: 7,868 ટેસ્ટ થયાં તેમાંથી 41 કેસ નવાં આવ્યાં, સરેરાશ પોઝિટિવ કેસનો દર 0.52 % રહ્યો.
વલસાડ: 12,087 ટેસ્ટ થયાં તેમાંથી 20 કેસ નવાં આવ્યાં, સરેરાશ પોઝિટિવ કેસનો દર 0.16 % રહ્યો.
ડાંગ: 1,477 ટેસ્ટ થયાં તેમાંથી 2 કેસ નવાં આવ્યાં, સરેરાશ પોઝિટિવ કેસનો દર 0.14 % રહ્યો.

દર 10 હજાર ટેસ્ટ દીઠ નોંધાયેલા પોઝિટિવ કેસ

શહેરપોઝિટિવ કેસ
અમદાવાદ188
સુરત209
વડોદરા450
રાજકોટ452

જ્યાં પેટાચૂંટણી યોજાઈ એ જિલ્લા

જિલ્લાકેસ
સુરેન્દ્રનગર241
મોરબી195
કચ્છ100
અમરેલી98
બોટાદ50
વલસાડ16
ડાંગ14

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો