• Home
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The highest number of case discharges in the last 15 days of July and the highest number of deaths in the first 15 days of June

ગુજરાતમાં કોરોના / રાજ્યમાં સૌથી વધુ 16790 કેસ અને 13561 ડિસ્ચાર્જ જુલાઈના છેલ્લા 15 દિવસમાં, જ્યારે સૌથી વધુ 468 મૃત્યુ જૂનના પ્રથમ 15 દિવસમાં

The highest number of case-discharges in the last 15 days of July and the highest number of deaths in the first 15 days of June
X
The highest number of case-discharges in the last 15 days of July and the highest number of deaths in the first 15 days of June

  • 1લીથી 15મી તારીખ સુધીમાં જુલાઈમાં 19.5 ટકા કેસ 17 ટકા દર્દી ડિસ્ચાર્જ, જૂનમાં 19.1 ટકા મોત
  • 16થી 31 તારીખ સુધીમાં જુલાઈમાં 27.3 ટકા કેસ, મેમાં 17.6 ટકા મોત અને જુલાઈમાં 30.1 ટકા દર્દી ડિસ્ચાર્જ

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 01:58 PM IST

અમદાવાદ. ગુજરાતમાં ચેપીરોગ કોરોનાના કહેરને 4 મહિનાથી વધુ સમય થઇ ગયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 61438 કેસ, 2441 મોત નોંધાયા છે અને 44907 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એપ્રિલથી લઇને જુલાઈ સુધીના ચાર મહિનામાં કોરોનાએ રાજ્યમાં કાળો કેર વર્તાવ્યો છે. આ ચાર મહિનાના પ્રથમ 15 દિવસ(1થી 15 તારીખ સુધી)માં 25555 કેસ, 1120 મોત અને 17910 ડિસ્ચાર્જ અને છેલ્લા 15 દિવસ(16થી 30-31 તારીખ સુધી)માં 35809 કેસ, 1315 મોત અને 26994 ડિસ્ચાર્જ થયા છે. આ સમયગાળાનો આંકડો જોઇએ તો રાજ્યમાં સૌથી વધુ 16790 કેસ 16થી 31 જુલાઈમાં સામે આવ્યા છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ 468 મૃત્યુ 1થી 15 જૂન દરમિયાન નોંધાયા છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઇએ તો કુલ કેસમાંથી 27.3 ટકા કેસ જુલાઈના છેલ્લા 15 દિવસમાં અને કુલ મૃત્યુઆંકમાંથી 19.3 ટકા મોત જૂનના પ્રથમ 15 દિવસમાં નોંધાયા છે.

એપ્રિલ મહિનામાં કોરોનાના ફેલાવાએ ધીમે-ધીમે રફતાર પકડી
એપ્રિલ મહિનામાં લોકડાઉનનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો હતો. એ સમયગાળા દરમિયાન 1થી 15 તારીખ સુધીમાં 703 કેસ નોંધાયા હતા અને 27 દર્દીના મૃત્યુ થયા હતા જ્યારે 59 દર્દી સાજા થયા હતા. 16થી 30 એપ્રિલ દરમિયાન રાજ્યમાં લોકડાઉનનો બીજો તબક્કો હતો. લોકડાઉનને થોડુંક કડક બનાવવામાં આવ્યું હતું અને તેનો અમલ પણ એ રીતે કરાવવામાં આવ્યો હતો, તેમ છતાં એ સમયગાળામાં 3618 કેસ સામે આવ્યા હતા અને 181 દર્દીના મૃત્યુ થયા હતા. જ્યારે 549 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

મે મહિનામાં લોકડાઉનમાં છૂટછાટ મળતા કેસો વધ્યા
મે મહિનામાં લોકડાઉનનો ત્રીજો અને ચોથો તબક્કો ચાલી રહ્યો હતો. મે મહિનામાં જ લોકાડાઉનમાં આંશિક છૂટછાટ પણ મળી હતી. ત્રીજા લોકડાઉનના સમયગાળામાં એટલે કે 1થી 15 મે સુધીમાં રાજ્યમાં 5537 કેસ નોંધાયા હતા તો 392 દર્દીના મૃત્યુ અને 3422 દર્દી સાજા થયા હતા. લોકડાઉન-4માં આંશિક છૂટછાટ મળતા કેસોમાં વધારો થયો હતો. 16થી 31 મે સુધીમાં રાજ્યમાં 6862 દર્દી નોઁધાયા હતા, રાજ્યમાં ધીરે-ધીરે મૃત્યુનો આંકડો વધી રહ્યો હતો. 16થી 31 મે સુધીમાં 432 દર્દીના મોત જ્યારે 5886 દર્દી સાજા થયા હતા.

જૂનમાં કોરોના અનલોક થયો હોય તેવી સ્થિતિ
જૂન મહિનામાં અનલોક-1 અમલી બનાવાયું હતું. જેમાં અમુક સેવાઓને બાદ કરતા મોટાભાગની આર્થિક ગતિવીધિઓ પર શરૂ કરી દેવામાં આવી હતી. ઉદ્યોગ-ધંધા શરૂ થયા હતા. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવવા જવા પર છૂટ આપવામાં આવી. જેના કારણે જૂનમાં કેસોમાં સતત વધારો થયો હતો. આ સાથે જ રાજ્યમાં થયેલા કુલ મોતમાંથી સૌથી વધુ મોત જૂનની 1થી 15 તારીખ સુધીમાં નોંધાયા હતા. 1થી 15 તારીખ સુધીના સમયગાળામાં 7310 કેસ અને 468 દર્દીના મૃત્યુ થયા હતા, જ્યારે 6753 દર્દી સાજા થયા હતા. જેની સામે 16થી 30 જૂન સુધીમાં રાજ્યમાં 8539 કેસ સામે આવ્યા હતા અને 342 દર્દીના મૃત્યુ થયા હતા. તો 6998 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા હતા.

જુલાઈમાં રોકેટગતિએ કેસ વધ્યા, મે- જૂન કરતા મોત ઘટ્યા
જુલાઈમાં અનલોક-2 અમલી બનાવવામાં આવ્યું અને તેમાં અનલોક-1 કરતા થોડી વધુ છૂટછાટ આપવામાં આવી. અનલોક-2માં રાજ્યમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જોકે સારી વાત એ પણ છેકે સામે મે અને જૂનની સરખામણીએ મોતમાં ઘટાડો થયો છે. 1થી 15 જુલાઈ સુધીમાં રાજ્યામાં 12005 કેસ અને 233 મૃત્યુ નોંધાયા છે અને 7676 ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 16થી 31 જુલાઈ સુધીમાં 16790 કેસની સામે 360 મૃત્યુ નોઁધાયા છે, જ્યારે 13561 દર્દી સાજા થયા છે. કેસની દ્રષ્ટિએ સૌથી વધુ કેસ જુલાઈમાં નોંધાયા છે, તો જુલાઈ કરતા વધુ મૃત્યુ મે અને જૂન મહિનામાં નોંધાયા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી