કોરોના ગુજરાત:​​​​​​​વલસાડમાં સૌથી વધુ 7 કેસ, રાજ્યમાં 23 નવા કેસ સામે 14 દર્દી સાજા થયાં, 31 દિવસ બાદ એકનું મોત

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 શહેર અને 28 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નહીં
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 26 હજાર 58ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

રાજ્યમાં કોરોના વાયરસની મહામારીનો લગભગ અંત આવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 23 નવા કેસ નોંધાયા છે. જ્યારે 14 દર્દી સાજા થયા છે. તો રાજ્યમાં 32મા દિવસે કોરોનાથી એકનું મોત થયું છે. 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. સૌથી વધુ 7 કેસ વલસાડમાં નોંધાયા છે. જ્યારે 4 શહેર અને 28 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.76 પર સ્થિર રહ્યો છે.

32 દિવસમાં દિવસે કોરોનાના કારણે એકનું મોત થયું છે
અગાઉ 12 ઓગસ્ટે રાજકોટ શહેર, 21 ઓગસ્ટે રાજકોટ, 25 ઓગસ્ટે જામનગર અને 3 સપ્ટેમ્બરે ભાવનગર જિલ્લામાં એક-એક દર્દીનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા.

172 એક્ટિવ કેસ અને 3 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 26 હજાર 58ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 83 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 15 હજાર 780 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 180 એક્ટિવ કેસ છે, જેમાંથી 3 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 177 દર્દીની હાલત સ્થિર છે.

1 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 સપ્ટેમ્બર13100
2 સપ્ટેમ્બર10120
3 સપ્ટેમ્બર16171
4 સપ્ટેમ્બર15160
5 સપ્ટેમ્બર14161
6 સપ્ટેમ્બર19130
7 સપ્ટેમ્બર18210
8 સપ્ટેમ્બર17150
9 સપ્ટેમ્બર19200
10 સપ્ટેમ્બર21130
11 સપ્ટેમ્બર16120
12 સપ્ટેમ્બર17140
13 સપ્ટેમ્બર12160
14 સપ્ટેમ્બર11190
15 સપ્ટેમ્બર15180
16 સપ્ટેમ્બર22230
17 સપ્ટેમ્બર25200
18 સપ્ટેમ્બર13240
19 સપ્ટેમ્બર8150
20 સપ્ટેમ્બર14170
21 સપ્ટેમ્બર14140
22 સપ્ટેમ્બર20200
23 સપ્ટેમ્બર26190
24 સપ્ટેમ્બર17120
25 સપ્ટેમ્બર16120
26 સપ્ટેમ્બર21190
27 સપ્ટેમ્બર21300
28 સપ્ટેમ્બર24180
29 સપ્ટેમ્બર20120
30 સપ્ટેમ્બર24180
1 ઓક્ટોબર16160
2 ઓક્ટોબર27140
3 ઓક્ટોબર23140
4 ઓક્ટોબર23140
કુલ આંક6075632
અન્ય સમાચારો પણ છે...