એપ્રિલના પ્રારંભથી જ હીટવેવને કારણે અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત અને વડોદરામાં ગરમી સંબંધિત બીમારીના કેસ વધીને 6 હજારે પહોંચી ગયા હતા. ગરમીમાં વધારો થતાં હીટસ્ટ્રોક ઉપરાંત ચક્કર આવવા, ઝાડા-ઊલટી, શ્વાસ લેવામાં તકલીફ, અશક્તિ અનુભવવી અને વધુ પડતી ગરમીના સંજોગોમાં બેભાન થઈ જવા જેવા લક્ષણો વધ્યા છે.
108ના જણાવ્યા મુજબ એપ્રિલના પહેલા 11 દિવસમાં મે જેવી ગરમી પડી હતી. 11 એપ્રિલે અમદાવાદમાં સૌથી વધુ 287 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યભરમાંથી 503 કેસ આવ્યા હતા. સુરતમાં 102 અને રાજકોટમાં 59 તેમજ વડોદરામાં 55 કેસ નોંધાયા હતા.
108ને મળેલા કોલ
રોગ | દર્દી ની સંખ્યા |
પેટમાં દુખાવો | 2268 |
બેભાન, ચક્કર | 1,768 |
શ્વાસ લેવામાં તકલીફ | 1749 |
ઝાડા-ઊલ્ટી | 1708 |
બ્લડપ્રેશરમાં વધઘટ | 248 |
સખત માથાનો દુખાવો | 105 |
હિટસ્ટ્રોક | 18 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.