એનાલિસિસ:4 વર્ષમાં અમદાવાદમાંથી સૌથી વધુ 971 કરોડની GSTની ચોરી, રાજ્યમાં કરચોરીનો આંકડો 3 હજાર કરોડને પાર

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કૌભાંડમાં શહેરની 250 અને સુરતની 196 પેઢીનાં નામો ખૂલ્યાં

જીએસટી 2017માં લાગુ થયો ત્યારથી અત્યાર સુધીમાં કરચોરીનો આંક રૂ. 3 હજાર કરોડને પાર થઇ ગયો છે. જેમાં સૌથી વધારે કરચોરી અમદાવાદ અને સુરતમાં થઇ હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદમાં કુલ 971 કરોડની જ્યારે સુરતમાં 789 કરોડની કરચોરી સાથે રાજ્યના બંને શહેર જીએસટીની ચોરી માટે જાણે હબ બની ગયા છે.

આ ઉપરાંત ભાવનગર, રાજકોટ, મોરબી અને ગાંધીનગરમાં પણ મોટાપાયે જીએસટીની ચોરી થઈ છે. જીએસટી ચોરીના કૌભાંડમાં અમદાવાદની 250 અને સુરતની 196 પેઢીઓના નામ સામે આવ્યા છે. જ્યારે સમગ્ર રાજ્યમાં બોગસ બિલિંગનું રૂ. 3094 કરોડનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. ભાવનગર, રાજકોટ, મોરબી અને ગાંધીનગરમાં 1334 કરોડના કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. બોગસ બિલિંગ કૌભાંડ રૂ. 17188 કરોડનું છે.

કૌભાંડને પગલે તાજેતરમાં જ ભાવનગર જિલ્લામાં એક સાથે 36 અધિકારીની બદલી કરવા સાથે એક ડેપ્યુટી કમિશનર અને એક અધિકારીને સસ્પેન્ડ કરાયા હતા. અંદાજે રૂ. 1 કરોડના બોગસ બિલિંગ કૌભાડમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટ ખાતે રૂ. 333 કરોડ, મોરબી રૂ. 126 કરોડ અને ગાંધીનગર રૂ. 104 કરોડના બોગસ બિલિંગ કૌભાડં ઝડપી પાડવામાં આવ્યા છે. આ સમગ્ર કૌભાંડ ભાડાની જગ્યા પરથી ચાલતું હતું.

અન્ય સમાચારો પણ છે...