રાજ્યની મેડિકલ અને ડિગ્રી કોલેજીસમાં વિદ્યાર્થીઓના રેગિંગ મામલે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે સુઓમોટો અરજી લીધી છે. મેડિકલ અને ડેન્ટલના વિદ્યાર્થીમાં રેગિંગના લીધે આત્મહત્યાનું પ્રમાણ વધતા કમિશનર ઓફ ટેકનિકલ એજ્યુકેશન, એડિશનલ ચીફ સેક્રેટરી(શિક્ષણ વિભાગ) , મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના સેક્રેટરીને નોટિસ પાઠવી છે.
રાજ્યભરમાં પી.જી. રેસિડેન્સ ડોક્ટરો માટે કામના કલાકો અને ફરજ અંગે સરકારે કોઈ સ્પષ્ટ નિયમો નહીં ઘડયા હોવાથી સિનિયર ડોક્ટરો દ્વારા થતાં રેગિંગના કિસ્સા વધી ગયા છે. ઉજ્જવળ કારકિર્દી ધરાવતા જુનિયર તબીબોનું રેગિંગ વધતા આત્મહત્યાના બનાવો વધ્યા છે. સરકાર અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સેક્રેટરી પાસે હાઇકોર્ટે આ અંગે શું નિયમો બનાવ્યા છે? તેની રજૂઆત કરવા આદેશ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.