રાજ્યભરની કોલેજમાં થતાં રેગિંગ મામલે હાઈકોર્ટે સુઓમોટો લીધી છે. જેમાં હાઈકોર્ટે સરકાર પાસે રેગિંગની ફરિયાદો અંગે જવાબ માગ્યો છે. જેમાંં અત્યાર સુધી કેટલી ફરિયાદો આવી છે તેનો એકશન ટેકન રિપોર્ટ રજૂ કરો. જેની સુનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરી છે.
અભ્યાસ કરતાં યુવાન-યુવતીઓ સાથે રેગિંગના બનાવો વધી રહ્યા
કોલેજમાં રેગિંગના લીધે યુવાનોના આત્મહત્યાના બનાવો વધ્યા છે તે ચિંતાજનક છે. થોડા સમય પહેલા મેડિકલમાં અભ્યાસ કરતા બે યુવાનોએ સિનિયરો દ્વારા થયેલા રેગિંગના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી. રાજ્યભરમાં મેડિકલ સહિતની કોલેજમાં અભ્યાસ કરતાં યુવાન-યુવતીઓ સાથે રેગિંગના બનાવો વધી રહ્યા છે. પરંતુ સરકાર કે કોલેજ સત્તાવાળાએ રેગિંગની ઘટનાઓ રોકવા કોઈ નિયમ બનાવ્યા નથી. જેથી આપઘાતના બનાવો બને છે.
કોલેજમાં થતાં રેગિંગ મામલે હાઈકોર્ટે સુઓમોટો લીધી
જે પૈકીના એક કિસ્સામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર પાસે સિનિયર ડોક્ટરો ઘરના કામ કરાવતા હતા તેમજ પરીક્ષા હોવા છતાં નાઇટ શીફટ આપવા દબાણ કરતા હોવાથી વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો. પરતું જવાબદાર સિનિયર ડોક્ટરો સામે હજુ સુધી કોઈ પગલા લેવાયા નતી. આવો જ બનાવ સુરતમાં પણ બન્યો હતો. હાઈકોર્ટે આવા બનાવો વધતા સુઓમોટો લીધી હતી. કોર્ટે એવી ટકોર કરી હતી કે, રેગિંગના કારણે રાજ્યના અનેક યુવાન-યુવતીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે પરતું સરકારે તેના પર કોઇ નિયમો ઘડયા કેમ નથી? જો સરકાર પાસે આવી ફરિયાદ આવી હોય તો કેટલી ફરિયાદો આવી છે? અને તેના પર શું પગલા લીધા? તેનો જવાબ માગ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.