• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The High Court Restrained The Recruitment Process Of Class I And Class II Of The Information Department And Sent Notices To The Parties Including The State Government And The Information Department.

હાઇકોર્ટમાં સુનાવણી:માહિતી ખાતાની ક્લાસ-1 અને 2ની ભરતી પ્રક્રિયા પર હાઈકોર્ટની રોક, રાજ્ય સરકારને નોટિસ ફટકારી

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરતી પ્રક્રિયામાં સમાન તકના સિધ્ધાંતનો ભંગ થયો હોવાનું હાઈ કોર્ટે અવલોકન કર્યું

ગુજરાતમાં હેડકલાર્કની ભરતી પરીક્ષામાં પેપર ફુટી નીકળ્યાની ઘટના બાદ સરકારે પરીક્ષા રદ કરી છે. તેની સાથે રાજયમાં હાલમાં લેવાયેલી માહિતી ખાતાની વર્ગ 1 અને 2ની ભરતી પ્રક્રિયામાં મેરીટના આધારે ઉમેદવારોને પાસ જાહેર કરીને તેઓની નિયુક્તિની પ્રક્રિયા ચાલુ છે તે સમયે પાસ ન થયેલા અનેક ઉમેદવારોએ ઈન્ટરવ્યુ પદ્ધતિ સામે પ્રશ્ન ઉઠાવીને હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે રૂબરૂ ઈન્ટરવ્યુ નવેસરથી લેવા તથા વેઈટીંગ લીસ્ટ પણ બનાવવાની માંગણી કરી હતી. આ બાબતે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી અને હાઈકોર્ટે ડેપ્યુટી ડાયરેક્ટર વર્ગ-1 અને વર્ગ-2ની ભરતી પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે.

માહિતી વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી
માહિતી વિભાગના વર્ગ 1 અને 2ની અલગ અલગ પોસ્ટની ભરતી મામલે સિલેક્ટ લિસ્ટ પર હાઇકોર્ટે સ્ટે આપ્યો છે.પરીક્ષાના કેટલાક ઉમેદવારોએ ભરતી પ્રક્રિયાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારી હતી. જેમાં અરજદારોએ દાવો કર્યો હતો કે ઇન્ટરવ્યૂ લેવા માટે 5 વ્યક્તિની પેનલના તમામ સભ્યોએ હાજર રહી ઇન્ટરવ્યૂ નથી લીધા. 100 માર્કના ઇન્ટરવ્યૂમાં પેનલના દરેક સભ્યોએ માર્ક આપવાના હોય છે. પરંતુ પેનલના સભ્યોની સંખ્યા ઓછી હોવાના કારણે ઇન્ટરવ્યૂમાં અપાયેલા માર્કની સમાનતા જળવાઈ નથી. હાઇકોર્ટે રાજ્ય સરકાર, માહિતી વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ મામલે હાઈકોર્ટે પૂછ્યું કે આવું કઈ રીતે ચાલે? તે ઉપરાંત ભરતી પ્રક્રિયામાં સમાન તકના સિધ્ધાંતનો ભંગ થયો હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે.

નિયત કરાયેલ કમિટીના તમામ સભ્યો હાજર રહ્યા ન હતા
રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા લેવામાં આવેલ વર્ગ 1 અને 2ની પરીક્ષાના કેટલાક ઉમેદવારોએ હાઇકોર્ટમાં ભરતી પ્રક્રિયાને લઈ ગુજરાત હાઇકોર્ટમાં પડકર્યો હતો. જેમાં અરજદારોએ દાવો કર્યો હતો કે ઇન્ટરવ્યૂ લેવા માટે 5 વ્યક્તિની પેનલના તમામ સભ્યોએ હાજર રહી ઇન્ટરવ્યૂ નથી લીધા.100 માર્ક ઇન્ટરવ્યૂમાં પેનલના દરેક સભ્યોએ માર્ક આપવાના હોય છે પરંતુ પેનલના સભ્યોની સંખ્યા ઓછી હોવાના કારણે ઓછી હોવાના કારણે ઇન્ટરવ્યૂમાં અપાયેલા માર્કની સમાનતા જળવાઈ નથી. અરજદાર વતી હાઈકોર્ટમાં પણ ગણતરી કરવામાં આવી કે ઇન્ટરવ્યૂ માટે પાંચ સભ્યોની કમિટી પૈકી પહેલા દિવસે 4 સભ્ય, બીજા દિવસે 2 સભ્ય, એટલે કે નિયત કરવામાં આવેલ કમિટીના તમામ સભ્યો હાજર રહ્યા ન હતા.

પેનલીસ્ટની લાયકાત સામે પણ સવાલો ઉઠાવ્યા
અરજદારોએ કરેલ પિટિશનમાં માહિતી વિભાગે પોતે જ આ પરીક્ષા લીધી તેને પણ પડકારી છે. કારણ કે આ પ્રકારની પરીક્ષાઓ લેવા માટે જ્યારે ગુજરાત પાસે જાહેર સેવા આયોગનું માળખું અસ્તિત્વમાં છે. તો વિભાગ આ પરીક્ષા કેમ લઈ શકે!આ ઉપરાંત ઇન્ટરવ્યૂમાં જે પેનલીસ્ટ રાખવામાં આવ્યા હતા. તેની લાયકાત સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. માહિતી વિભાગ તરફથી ગુજરાત હાઇકોર્ટમાં કમલા કરવામાં આવી છે કે ઇન્ટરવ્યૂ કમિટીના મુખ્ય ચેરમેન હતા, તેઓ પોતે જ વ્યસ્તતાના કારણે ઇન્ટરવ્યૂની પ્રક્રિયામાં હાજર ન હતા. જેને લઈ આ મામલે ગુજરાત હાઇકોર્ટે માહિતી વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ મામલે હાઈકોર્ટે પૂછ્યું કે આવું કઈ રીતે ચાલે? સાથે જ ભરતી પ્રક્રિયામાં સમાન તક ના સિધ્ધાંતનો ભંગ થયો હોવાનું કોર્ટનું પ્રાથમિક તારણ હોવાનું અવલોક કર્યું છે.

દિવ્યાંગ ઉમેદવારો રિઝર્વેશન અંગે સ્પષ્ટતા નથી કરાઈ
અરજદારે કોર્ટ સમક્ષ એ વાત પણ મૂકી છે કે ઇન્ટરવ્યૂ માટેની પેનલના એક સભ્ય ફાલ્ગુની વસાવડા નિયમિતપણે પરીક્ષાના અપડેટ્સ ટ્વીટ કરતા હતા અને ઇન્ટરવ્યૂમાં શું કરવું અને શું ન કરવું તેની ટીપ્સ આપતા હતા. આવી ટ્વીટ્સના પરિણામે ઇન્ટરવ્યૂઅરે તેની ઓળખ સાથે ચેડા કર્યા છે, જે ગેરવાજબી ગણાવ્યું છે. કારણ કે આ સ્થિતિમાં એવી શક્યતા રહે છે કે કેટલાક ઉમેદવારો આવા ઇન્ટરવ્યૂ લેનાર પેનલિસ્ટનો સંપર્ક કરી શકે છે અને આવા ઇન્ટરવ્યુઅરને પ્રભાવિત કરવા માટે તાર ખેંચી શકે છે. આ પ્રકારના ટ્વીટ્સના પરિણામે, સમગ્ર ઇન્ટરવ્યુની વાસ્તવિકતા અને પ્રામાણિકતા પોતે જ શંકાસ્પદ છે. ઉપરાંત જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારો રિઝર્વેશન અંગે પણ સ્પષ્ટતા કરવામાં ન આવી હતી.

અરજદારોએ ઈન્ટરવ્યૂ પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા હતાં
માહિતી ખાતામાં વર્ગ-1 અને વર્ગ-2ની ભરતીમાં જે ઉમેદવારો રૂબરૂ ઈન્ટરવ્યુ પ્રક્રિયા પસાર કરવામાં નિષ્ફળ ગયા હતા. તેઓએ ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરીને સમગ્ર ઈન્ટરવ્યૂ પ્રક્રિયા સામે જ સવાલો ઉઠાવ્યા હતાં. તેમાં ઈન્ટરવ્યુ લેનાર પોતાની ઓળખ જાહેર ન કરી શકે તેવો નિયમ હોવા છતાં એક વ્યક્તિએ પોતાની ઓળખ જાહેર કરી દીધી હતી. એટલું જ નહી સમગ્ર ઈન્ટરવ્યૂમાં પેનલમાં જે લોકો બેઠા હતા તેમાં પણ તમામ સમયે પાંચ લોકોને બદલે ઓછા લોકોએ બેસીને સમગ્ર પ્રક્રિયા કરી હતી અને જે રીતે રૂબરૂ ઈન્ટરવ્યૂના માર્ક અપાયા છે તે પ્રક્રિયા સામે પણ સવાલો ઉઠાવ્યાં હતાં. આમ સમગ્ર ઈન્ટરવ્યૂ પ્રક્રિયા પ્રસ્થાપિત સિદ્ધાંતો વગરની રહી હોવાથી તે ફરી વાર યોજવાની હાઈકોર્ટ સમક્ષ માંગણી કરવામાં આવી હતી.