કેસ ગુમ:હાઇકોર્ટે ગુમ થયેલા કેસની વિગત માગતા જજ અને સ્ટાફ 3 દિવસથી ઉજાગરા કરે છે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મેટ્રો કોર્ટમાં અંદાજે 1 હજારથી વધુ કેસ ગુમ થયા હોવાની વકીલોમાં ચર્ચા
  • નિકાલ કરાયેલા કે લોકઅદાલતમાં મુકેલા કેસ પોટલામાંથી મળી રહ્યા છે

શહેરમાં આવેલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ, અમદાવાદ ગ્રામ્ય જિલ્લા કોર્ટ તેમજ સેશન્સ કોર્ટમાંથી પડતર કેસો, નિકાલ કરાયેલા કેસો અને ગુમ થયેલા કેસો અંગે હાઇકોર્ટના ચીફ જસ્ટીસે માહિતી માગતા મેટ્રો કોર્ટના જજો અને કમર્ચારીઓ છેલ્લા 3 દિવસથી રાત-દિવસ કામ કરી રહ્યા છે. અને અન્ય પોટલામાં મુકાઇ ગયેલા અથવા નિકાલ કરાયેલા કેસો મળી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

જોકે વકીલ આલમમમાં એવી ચર્ચાએ જોર પકડયું છે કે, અંદાજે 1 હજારથી વધુ કેસો ગુમ થયા છે. જો કે આવનારા દિવસોમાં કેસો શોધવાની કવાયત પૂરી થયા પછી કેટલા કેસો ગુમ થયા છે તેનો સાચો આંકડો જાણવા મળશે.

બુધવારે હાઇકોર્ટના ચીફ જસ્ટિસે વિડિયો કોન્ફરન્સથી જજો સાથે મિટીંગ કરી પડતર કેસો, ગુમ થયેલા કેસો અને નિકાલ કરાયેલા કેસોની વિગતો માગી હતી. જેના કારણે ઘરે જતા રહેલા જજો અને સ્ટાફ તાબડતોબ મોડી સાંજે કોર્ટ પરિસરમાં હાજર થઈ ગયો હતો. બુધવારે મોડી રાત સુધી કામ કર્યા પછી ગુરુવારે સવારે 8 વાગે તમામ કર્મચારી હાજર થઈ ગયા હતા.

મેટ્રો-ગ્રામ્ય કોર્ટમાં સંખ્યાબંધ કેસ મળતા નથી
કોર્ટની રૂટિન કામગીરી સહિત કેસો શોધવાની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. મેટ્રો કોર્ટ અને ગ્રામ્ય કોર્ટમાં અસંખ્ય કેસો મળી આવતા નથી. જે અંગે સૂત્રોએ જણાવેલું કે, અમુક કેસો આડા અવડા પોટલામાં મુકાઇ ગયા હોય, કેટલાક કેસોનો નિકાલ થઇ ગયો હોય. જે અંગે શોધખોળ ચાલી રહી છે. જો કે ગુમ થયેલા અમુક કેસો દરેક કોર્ટમાંથી ધીમે-ધીમે મળે છે.

અન્ય સમાચારો પણ છે...