સુનાવણી:ભરૂચના ડિવોર્સના કેસમાં હાઇકોર્ટનો ચુકાદો, સમાધાનના ભાગરૂપે પતિ પત્ની અને પુત્રને રૂપિયા એક કરોડ આપશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્નીને રૂ.50 લાખ અને પુત્રને 50 લાખના બોન્ડની શરતે છૂટાછેડાની સમજૂતી કરવામાં આવી

વર્ષ 2019માં ગુજરાત હાઇકોર્ટમાં આવેલ ભરૂચના રસપ્રદ ડિવોર્સ કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ડિવોર્સના કેસમાં છૂટાછેડાના સમાધાનના ભાગરૂપે પતિએ પત્ની અને પુત્રને રૂપિયા એક કરોડની રકમ આપતાં હાઇકોર્ટે પતિની ડિવોર્સની અપીલ મંજૂર રાખી છે.

પત્ની અને પુત્રને રૂ.50-50 લાખ મળશે
આ બાબતે પતિ-પત્ની વચ્ચે મધ્યસ્થી કરાવી સમાધાનનો માર્ગ અપનાવવાનું વલણ કોર્ટે અપનાવ્યું હતું. જે મુજબ પત્નીને રૂ. 50 લાખ અને પુત્ર માટે રૂપિયા 50 લાખના બોન્ડની શરતે છૂટાછેડાની સમજૂતી કરવામાં આવી હતી. કેસની સુનાવણી સમયે પત્ની,પતિ તથા પુત્રની હાજરીમાં કરવામાં આવી. સાથે જ કોર્ટ રૂમમાં તમામ ની હાજરી વચ્ચે પત્નીને 50 લાખનો ડિમાન્ડ ડ્રાફ્ટ પણ આપવામાં આવ્યો હતો.

રોકડ રકમ આપી પણ સ્ત્રીધન પરત કરવામાં આવ્યું નથી: પત્નીનો દાવો
જોકે પત્નીએ પતિ સામે કોર્ટમાં દાવો કર્યો હતો કે તને હજુ સ્ત્રીધન પરત કરવામાં આવ્યું નથી. કોર્ટમાં હાજર પત્નીએ રજૂઆત પણ કરી હતી કે, રોકડ રમક તો આપવામાં આવી છે પણ લાખ રૂપિય પરંતુ સ્ત્રીધન પતિની જોડે જ છે. જોકે સમાધાનની લેખિત બાબતમાં પણ સ્ત્રીધનનો ઉલ્લેખ ન હોવાથી કોર્ટે આ મુદ્દે કંઇ કરી શકાય નહીં તેવી ટકોર કરી હતી કે જો પત્નીને સમાધાન સ્વીકાર્ય ન હોય તો આ કેસને મેરીટ આધારે પર ચાલશે અને તમારે 50 લાખ રૂપિયા પતિએ જમા કરાવ્યા છે એ પરત કરવા પડશે. અંતે વકીલની સમજાવટ બાદ પત્નીએ સમાધાનની રકમનો સ્વીકાર કરવાની તૈયારી દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...