સુનાવણી:હાઈકોર્ટે સરકારી નોકરીની ભરતીમાં દિવ્યાંગો માટેની અનામત નીતિનો અમલ કરવા રાજ્ય સરકારને આદેશ કર્યો

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • જાહેર હિતની અરજીમાં દાવો કરાયો હતો કે નવા કાયદા પ્રમાણે 4 ટકા અનામતની નીતિનો અમલ નથી થતો

સરકારી નોકરીમાં દિવ્યાંગો માટેની અનામત નીતિનો અમલ નહીં થતો હોવાની પીટિશન મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વર્ષ 2016 ના કાયદા પ્રમાણે અનુસરવા આદેશ કર્યો છે. આ અરજીની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે કોર્ટમાં એફિડેવિટ કરીને તેનો અમલ કરવાની બાંહેધરી પણ આપી હતી. જેમાં આજે હાઈકોર્ટે સરકારને હાલ ચાલી રહેલી ભરતી અને આવનાર ભરતીઓમાં તેનો અમલ કરવા માટે નિર્દેશ આપ્યા છે. આ પિટિશન અંધ, મુકબધીર, શારીરિક ખોડ ખાંપણ, અને મલ્ટીપલ ડિસેબીલીટી માટે એક એક ટકા અનામત રાખવાની માંગ કરવામાં આવી હતી.

દિવ્યાંગોને 4 ટકા અનામત આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી
આ મામલે અરજદારના વકીલ સુબ્રમણ્યમ ઐયરે જણાવ્યું કે વર્ષ 2016માં રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબીલીટી એકટ પ્રમાણે દિવ્યાંગોને અનામત નો લાભ આપવા માટે જાહેર હિતની અરજી કરી હતી. જેને લઈ કોર્ટે આદેશ કર્યો છે કે કાયદાની જોગવાઈ પ્રમાણે દિવ્યાંગોને અવનાર ભરતીઓમાં 4 ટકા અનામત આપવામાં આવશે. નેશનલ ફેડરેશન ઓફ બ્લાઇન્ડ તરફથી કરવામાં આવેલ પિટિશનમાં 4 ટકા અનામત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જાહેર હિતની અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે નવા કાયદા પ્રમાણે 4 ટકા અનામત આપવાની નીતિનો અમલ નથી થઈ રહ્યો.

લઘુત્તમ વેતન નહીં મળતું હોવાની જાહેરહિતની અરજી
રાજ્યમાં લઘુતમ વેતનનો મુદ્દો ફરી એક ચર્ચામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં લઘુતમ વેતન ન મળતું હોવાની વાત સાથે જાહેરહિતની અરજી કરવામાં આવી છે. આ જાહેરહિતની અરજીમાં અલગ-અલગ ક્ષેત્રોમાં કામ કરતા લોકોને લઘુતમ વેતન ન મળતું હોવાની રજૂઆત કરવામાં આવી છે.લઘુતમ વેતનના દરમાં વધારા અંગે સરકારને નિર્દેશો આપવા મુદ્દે કોર્ટ આગામી સુનાવણીમાં નિર્ણય લેશે.

2014 બાદથી લઘુતમ વેતનમાં વધારો નહીં
હાઇકોર્ટમાં કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં 2014 બાદ લઘુતમ વેતન દરમાં વધારો પણ નહીં કરવામાં આવ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે. વધતી મોંઘવારી અને અન્ય સામાજિક પરિબળોની વચ્ચે લઘુતમ વેતન નહીં વધારીને રાજ્યના મોટાભાગના વર્ગના જોડે અન્યાય થતો હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...