તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટે રદ:શ્રેય અગ્નિકાંડમાં તપાસ પંચને રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટે મંજૂરી આપી

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સિંગલ જજે રિપોર્ટ રજૂ કરવા પર આપેલા સ્ટેને રદ કરાયો
 • શ્રેય, ઉદય શિવાનંદ હોસ્પિટલનો રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપાયો

શ્રેય હોસ્પિટલની આગ મામલે તપાસ પંચને રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે મંજૂરી આપી દીધી છે. શ્રેય, ઉદય શિવાનંદ હોસ્પિટલનો રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપાયો સિંગલ જજે તપાસ પંચના અહેવાલ રજૂ કરવા પર આપેલા સ્ટેના હુકમને ખંડપીઠે રદ કર્યો છે. પીડિતોના વકીલ તરફથી આ અપીલને સુપ્રીમમાં પડકારવા માટે સિંગલ જજ જો ઓરિજિનલ અપીલ ગ્રાહ્ય રાખે તો તેમના સ્ટેના હુકમને 4 સપ્તાહ માટે લંબાવવા દાદ માગી હતી. ચીફ જસ્ટિસ વિક્રમનાથની ખંડપીઠે આ દલીલ પણ ફગાવી દીધી હતી.

અહેવાલ રજૂ થતો અટકાવી શકાય તેવા કોઈ માપદંડ પીડિતોના નથી: ચીફ જસ્ટિસ
ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિયાની ખંડપીઠે ચુકાદામાં ટાંક્યું કે, વચગાળાની રાહત માટે નક્કી કરાયેલા 3 માપદંડ પૈકી એકપણ માપદંડ એવો નથી, જેથી તપાસ અહેવાલ રજૂ થતો અટકાવી શકાય. કોર્ટે અવલોકન કર્યું કે, તપાસપંચનો રિપોર્ટ રજૂ કરવાથી પીડિતોને કોઈ નુકસાન થવાનું નથી. તપાસ પંચનો અહેવાલ રજૂ થયા પછી પણ પીડિતોને મળતા કાયદેસરના તમામ અધિકારો ઉપલબ્ધ રહેશે અને પીડિતોએ તપાસપંચ સામે રજૂ કરેલા તમામ મુદ્દાઓને ધ્યાને લેવાયાં છે.

‘હાલ રોક લગાવાથી કોઈ અર્થ નહિ સરે’
સરકારે એવી દલીલ કરી હતી કે, શ્રેય હોસ્પિટલ દુર્ઘટનાની તપાસ પૂરી થઈ ગઈ છે અને 31 માર્ચ છેલ્લો દિવસ હોવાથી હવે તેના રિપોર્ટ જાહેર થવા પર રોક લગાવવાનો કોઈ અર્થ રહેતો નથી. બે વખત તપાસપંચની મુદત લંબાવવામાં આવી ત્યારે પીડિતોએ પોતાનો પક્ષ રજૂ કર્યો નથી, હવે છેલ્લા દિવસોમાં જે માગણી કરે છે તે સ્વીકારી શકાય નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો