પીએસઆઇ ભરતીમાં ખાતાકીય પ્રમોશનના વિવાદ મામલે MT સેક્શનમાં કાર્યરત કર્મચારીઓને ગુજરાત હાઇકોર્ટ તરફથી મહત્ત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. હાઈકોર્ટે MT સેક્શનમાં કામ કરતાં કોન્સ્ટેબલોને મુખ્ય પરીક્ષામાં બેસવા માટે પરવાનગી આપી છે. જોકે અરજદારો ફિઝિકલ પરીક્ષામાં પાસ થયા હોય તો જ મેઈન એક્ઝામ આપી શકશે.
રાજ્યમાં પીએસઆઇની ભરતી મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે મામલે MT સેક્શનમાં કાર્યરત પોલીસ કોન્સ્ટેબલ માટે હાઇકોર્ટે રાહત આપી છે. પોલીસ ખાતામાં MT સેક્શનમાં કામ કરતા કોન્સ્ટેબલોને મેઈન પરીક્ષામાં બેસવાની હાઇકોર્ટે શરતોના આધારે પરવાનગી આપી છે, જે ઉમેદવારો ફિઝિકલ પરીક્ષામાં પાસ થયા છે તેઓ મુખ્ય પરીક્ષામાં હાજર રહી શકશે. આગામી 12 જૂનના રોજ પીએસઆઇની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા યોજવાની છે.
હાઇકોર્ટે ભરતી બોર્ડને નિર્દેશ આપ્યા છે કે, પોલીસ ખાતાના MT વિભાગમાં કાર્યરત કોન્સ્ટેબલ માટે મુખ્ય પરીક્ષાનું પરિણામ સીલ કવરમાં બંધ રાખવાનું રહેશે. કોર્ટનો આગામી હુકમ ન થાય ત્યાં સુધી પરિણામ જાહેર નહીં કરી શકાય. પ્રમોશનના આધાર પર પીએસઆઇની ભરતીમાં સમાવવા એમ.ટી. સેક્શનના કોન્સ્ટેબલોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને લઈ કોર્ટે મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.