હવામાન વિભાગની આગાહી:ગરમી 42 ડિગ્રી, હજુ 4-5 દિવસ આટલી જ રહેશે; ભેજવાળા પવનની અસરથી ગરમી વધશે નહીં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમદાવાદ સહિત રાજ્યમાં ફૂંકાતા ઉત્તર પશ્ચિમના ગરમ પવનના બદલે હવે દક્ષિણ પશ્ચિમના ભેજવાળા પવન ફૂંકાવાની સાથે તાપમાનમાં નજીવો ઘટાડો નોંધાયો હતો. શનિવારે રાજકોટમાં સૌથી વધુ 42.8 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. અમદાવાદમાં પણ ગરમીનો પારો 4 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. આગામી 4થી 5 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.

શનિવારથી વાતાવરણમાં ફેરફાર થવાની સાથે અરબી સમુદ્ર તરફથી એટલે કે દક્ષિણ પશ્ચિમ તરફથી ગરમ પવન શરૂ થયા છે જેના કારણે વાતાવરણમાં સવારના સમયે ભેજનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2.3 ડિગ્રી વધુને 42.1 રહ્યું હતું. જ્યારે 9 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે.

ક્યાં કેટલી ગરમી

અમદાવાદ42.1
રાજકોટ42.8
સુરેન્દ્રનગર42.6
કંડલા41.5
ગાંધીનગર41
ભુજ40.8
વડોદરા40.2
ડીસા40.2
અન્ય સમાચારો પણ છે...