15 મેથી ફરી હીટવેવ:ગરમી 45 ડિગ્રીને પાર થવા આગાહી, આજથી શુક્રવાર સુધી થોડો ઘટાડો થશે

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 42.9 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યમાં સૌથી ગરમ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મોટાભાગના શહેરોમાં ગરમીમાં ઘટાડો થયો છે. સોમવારે અમદાવાદમાં ગરમીનો પારો 1 ડિગ્રી ગગડ્યો હતો તેમ છતાં સૌથી વધુ 42.9 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યાં હતા. હજુ 4થી 5 દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 41થી 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જો કે, 15 મેથી ફરી અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી છે. આ સમય દરમિયાન ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થવાની વકી છે.

સોમવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અમદાવાદનું મહત્તમ તાપમાન રવિવાર કરતાં 1.1 ડિગ્રી ગગડીને 42.9 ડિગ્રી અને લઘુુત્તમ તાપમાન 27.3 ડિગ્રી નોંધાયું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 1થી 2 ડિગ્રી ગગડતાં ગરમીમાં સામાન્ય ઘટાડો થયો હતો, પણ લઘુતમ તાપમાનમાં ખાસ કોઇ ફેરફાર નોંધાયો ન હતો. આગામી ચાર દિવસો દરમિયાન રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ સર્જાતા ગરમીનો પારો 2થી 3 ડિગ્રી ઘટવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...