તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં ગરમીનો પ્રકોપ:અઠવાડિયા સુધી ગરમી 41થી 43 ડિગ્રી રહેવાની શક્યતા, 8 શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રી પાર થયો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

મધ્યપ્રદેશમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનનથી સૂકા ગરમ પવનને કારણે રાજ્યનાં 8 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રી પાર કરી ગયો છે. જ્યારે અમદાવાદ સૌથી વધુ 43.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું.

અમદાવાદ સહિત રાજ્યના મોટાં ભાગનાં શહેરોમાં મહત્તમ તાપમાનની સાથે લઘુતમ તાપમાન વધતાં બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ રહ્યું હતું. હજુ આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે ગરમીનું જોર યથાવત્ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, રવિવારે અમદાવાદ સિઝનનું સૌથી વધુ 43.1 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.7 ડિગ્રી વધી 43.1 ડિગ્રી પહોંચ્યું હતું. હજુ અઠવાડિયા સુધી અમદાવાદમાં ગરમી 41થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે.

ક્યાં કેટલું મહત્તમ તાપમાન

અમદાવાદ43.1
સુરેન્દ્રનગર42.3
અમરેલી42.2
વલ્લભ વિદ્યાનગર42
ગાંધીનગર અને
રાજકોટ41.8
વડોદરા41.4
ડીસા41.2

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...