• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Heat Feels 1 To 2 Degrees Higher In The Evening Than In The Afternoon; This Is Because The Radiation Of Heated Multi storey Buildings Is Emitted

ભાસ્કર ખાસ:ગરમી બપોર કરતાં સાંજે 1થી 2 ડિગ્રી વધુ લાગે છે; કારણ કે તપી ગયેલી બહુમાળી બિલ્ડિંગોનું રેડિએશન પાછું ફેંકાય છે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મ્યુનિ.એ જે સિગ્નલો બંધ કરાયાં છે ત્યાં જ ગ્રીન નેટ બાંધી રૂ. 10 લાખનો ધુમાડો કર્યો છે - Divya Bhaskar
મ્યુનિ.એ જે સિગ્નલો બંધ કરાયાં છે ત્યાં જ ગ્રીન નેટ બાંધી રૂ. 10 લાખનો ધુમાડો કર્યો છે
  • 7 દિવસમાં બપોરે 12થી 4માં ગરમી સરેરાશ 42 ડિગ્રી રહી જ્યારે 5થી 6માં 43 ડિગ્રીથી વધુ રહી
  • વાહનચાલકોને ગરમીમાં ઊભા રહેવું ન પડે તે માટે પોલીસે જે સિગ્નલો બંધ કર્યાં ત્યાં જ મ્યુનિ.એ ગ્રીન નેટ બાંધી રૂ. 10 લાખનો ધુમાડો કર્યો

છેલ્લા સાત દિવસમાં અમદાવાદમાં બપોરે 12થી 4 વાગ્યા સુધી મહત્તમ તાપમાન સરેરાશ 42 ડિગ્રી રહ્યું હતું, જ્યારે સાંજે 5થી 6માં તેમાં એકથી બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. સાંજના સમયે ગરમી ઘટવાને બદલે વધવાનું કારણ શહેરની બહુમાળી બિલ્ડિંગો છે. હવામાન નિષ્ણાતોના મતે, ઉનાળામાં દિવસભર તપતી બહુમાળી બિલ્ડિંગોનું રેડિએશન પાછું ફેંકાતું હોવાને કારણે ગરમી બપોર કરતાં સાંજે વધુ લાગે છે.

છેલ્લા 6 દિવસનો ગરમીનો ગ્રાફ - શહેરમાં બપોરે 1 વાગ્યાની આસપાસ 41.5 ડિગ્રી ગરમી હતી, સાંજ પડતાં વધીને 42.6 ડિગ્રી થઈ ગઈ
છેલ્લા 6 દિવસનો ગરમીનો ગ્રાફ - શહેરમાં બપોરે 1 વાગ્યાની આસપાસ 41.5 ડિગ્રી ગરમી હતી, સાંજ પડતાં વધીને 42.6 ડિગ્રી થઈ ગઈ

અમદાવાદ હવામાન વિભાગનાં ડિરેક્ટર ડો. મનોરમા મોહંતીનું કહેવું છે કે, શહેરમાં પહેલાં એક માળનાં મકાનો હતાં અને વૃક્ષોનું પ્રમાણ વધુ હતું. આથી મકાનો ઓછા તપતા હતા અને વૃક્ષો ગરમી શોષી લેતા હતા. હવે શહેરમાં 5થી 10 માળની મલ્ટિ સ્ટોરી બિલ્ડિંગો વધી ગઈ છે, તેની સામે વૃક્ષો ઘટ્યાં છે. આ કારણથી સવારથી બપોર સુધી પડતીમાં ગરમીમાં બિલ્ડિંગો તપી જાય છે અને સાંજ પડતાં જ રેડિએશન પાછું ફેંકે છે, જેને કારણે રાત્રે 9થી 10 સુધી ગરમી વધુ અનુભવાય છે.

હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલના જણાવ્યાનુસાર, ભેજના પ્રમાણના કારણે આ સ્થિતિ સર્જાતી હોય છે અને પવનની દિશાના આધારે બપોર કરતાં સાંજનું ટેમ્પરેચર વધુ રહેતું હોય છે. શનિવારે રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો કે, શુક્રવારની સરખામણીએ ગરમીમાં 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. બપોરે ભારે પવન ફૂંકાતાં ધૂળની ડમરીઓ ઉડી હતી. હવે બેથી ત્રણ દિવસમાં ગરમીથી રાહત મળવાની શક્યતા છે. રાજ્યમાં મોટાભાગના શહેરમાં ગરમીમાં સામાન્ય ઘટાડો થયો છે.

કચ્છ અને રાજસ્થાનના ગરમ પવન હવાને વધુ ગરમ કરે છે
ઉનાળામાં સવારથી બપોરે ત્રણ વાગ્યા સુધી ગરમી સતત વધે છે, પરંતુ ત્રણ વાગ્યા બાદ ગરમી વધતી નથી, પણ સવારથી બપોર સુધી પડેલી ગરમીને લીધે ધરતી તપી જાય છે, જેને કારણે સાંજના સમયે ગરમી વધુ વર્તાય છે. આ સિવાય ગુજરાતમાં કચ્છના રણપ્રદેશ અને રાજસ્થાન તરફથી ગરમ પવન આવે છે, જે વાતાવરણને વધુ ગરમ બનાવે છે. આથી કચ્છ અને રાજસ્થાન તરફથી આવતા ગરમ પવનને કારણે 500 મીટરથી અડધો કિલોમીટરની હવા વધુ ગરમ થઈ જાય છે, જેને કારણે સાંજે અને સૂર્યાસ્ત થયા બાદ પણ વધુ ગરમી અનુભવાય છે. > ડો. ડી. બી. દુબે, ભૂતપૂર્વ ડિરેક્ટર, હવામાન વિભાગ, ભોપાલ

અન્ય સમાચારો પણ છે...