કોરોનાનો ભય:સિવિલ હોસ્પિટલમાં શબવાહીની ચાલકો રજા પર ઉતર્યા

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિવિલની કોવિડ હોસ્પિટલમાં સરકારી શબવાહીનીને અભાવે કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના મૃતદેહોની અંતિમવિધિ માટે 6થી 8 કલાક સુધી રાહ જોવી પડે છે. કોરોનાના પગલે સિવિલની સરકારી શબવાહીનીના કેટલાક ચાલકો રજા પર ઉતરી જતાં ખાનગી શબવાહીનીને કામે લગાડવામાં આવી છે.  સિવિલની સરકારી શબવાહીનીના ચાલકો કોરોનાના ભયને પગલે રજા પર ઉતરી ગયા છે. જેને કારણે કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ પામનાર દર્દીનો મૃતદેહને અંતિમવિધ માટે લઇ જવા સમયસર શબવાહીની મળતી નથી, જેને કારણે કલાકો સુધી રાહ જોવી પડે છે. સરકારી શબવાહીનીનાં ચાલકો રજા પર ઉતરી જતાં હાલ હોસ્પિટલતંત્ર દ્વારા 6 જેટલી ખાનગી શબવાહીનીની સેવા લેવાની ફરજ પડી છે. 

અન્ય સમાચારો પણ છે...