બેંગલોરના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચા પ્રમુખ તેજસ્વી સૂર્યા મંગળવારે નવનિર્મિત કિડની હોસ્પિટલની મુલાકાતે હતા. આ પ્રસગે તેમણે અત્યાધુનિક કિડની હોસ્પિટલની ફેસિલિટી જોઈ હતી અને ગુજરાતની આરોગ્ય સેવાના વખાણ કર્યા હતા. આ દરમિયાન તેજસ્વીને પૂછવામાં આવ્યું કે, જો સરકારી કિડની હોસ્પિટલમાં વિશ્વ સ્તરની સારવાર મળી રહી છે, તો પછી રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કેમ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા ગયા હતા. આ પ્રશ્નનો જવાબ આપતા તેમણે જણાવ્યું કે, સારવાર ક્યાં લેવી તે આરોગ્ય મંત્રીનો વ્યક્તિગત મામલો છે. તેમને વધુ સારી સારવારની જરૂર હશે માટે તેઓ પ્રાઈવેટ હોસ્પિટલમાં ગયા હોઈ શકે છે.
ઋષિકેશ પટેલને થોડાક સમયથી પથરીનો દુખાવો હતો. ગુરૂવારે એસ.જી. હાઈવે સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં લિથ્રોટિપ્સીની ટ્રીટમેન્ટ લીધી હતી. આ ટ્રિટમેન્ટ અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ બંનેમાં ઉપલબ્ધ છે. તેજસ્વી સૂર્યાએ ઓપીડી, ડાયાલિસિસ વોર્ડ તેમજ એડવાન્સ ઓપરેશન થિયેટરની મુલાકાત લીધી હતી અને તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં આરોગ્ય સુવિધા માટે વડાપ્રધાન મોદીની મહેનત રહેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.