હાઇકોર્ટના આદેશનો અનાદર?:HCએ કહ્યું છતાં ગેરકાયદે ગટર જોડાણ કાપવામાં ઠાગાઠૈયા, પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરાઈ

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • હાઇકોર્ટે નવેમ્બર સુધીની મુદત આપી હતી

રામોલ મહાદેવ એસ્ટેટ વિભાગ 1થી 4, શ્રી હરિ એસ્ટેટ, મુખી રેસીડેન્સી સામે અને રિંગરોડ ટોલટેક્સ પાસે આવેલા વિવિધ એસ્ટેટમાં મ્યુનિ.કોર્પોરેશનની ડ્રેનેજ લાઇનમાં ગેરકાયેદ જોડાણ કરાયા છે. નવેમ્બર સુધીમાં આ જોડાણ દૂર કરવાના હતાં. હાઇકોર્ટના આદેશનું પાલન નહીં થતાં અરજદારે પૂર્વ ઝોનના ડે.કમિશનરને રજૂઆત કરીને તાકીદે અમલ કરવા માગ કરી છે.

અરજદાર પ્રવીણ પરમારે કહ્યું કે, રામોલમાં કોર્પોરેશનના અધિકારીઓની નજર હેઠળ ઠેર ઠેર ગેરકાયદે ડ્રેનેજ જોડાણ કર્યા છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ પગલાં ભરાયા નહતાં. જેથી હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરાઇ હતી. જવાબમાં કોર્ટે હુકમ કર્યો હતો. જેની જાણ કોર્પોરેશનના અધિકારીઓને પણ છે. કોર્ટના આદેશ મુજબ ગત નવેમ્બર મહિના સુધીમાં તમામ ગેરકાયદે ડ્રેનેજ જોડાણ દૂર કરવાના હતાં. આમ છતાં અધિકારીઓની મિલીભગતને કારણે ગેરકાયદે ડ્રેનેજ જોડાણ દૂર કરવામાં આવ્યા નથી. નિયમને ઘોળીને પી જતાં એસ્ટેટ માલિકો પર મ્યુનિ.અધિકારીઓ મહેરબાન હોવાથી નિયમોનું પાલન થતું નથી.

અન્ય સમાચારો પણ છે...