તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઇબર ક્રાઇમ:હેકરે આનંદનિકેતન સ્કૂલને ઓનલાઇન ક્લાસ બંધ કરવા ફરી મેઈલથી ધમકી આપી

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન ક્લાસમાં હેકરે ફોટોની લિંક મૂકી જે પછી ડિલિટ થઈ હતી
  • સ્કૂલે ઇ-મેઇલ કરનારાને પકડવા પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સી હાયર કરી

આનંદનિકેતન સ્કૂલમાં ચાલુ ઓનલાઇન ક્લાસમાં હેકરે ફોટોની લિંક મૂકી, સાથે જ મેઇલ કરીને ઓનલાઇન ક્લાસ બંધ કરવા અને વિદ્યાર્થીઓના ફોટા ફરતા કરવાની ધમકી આપી હતી. આ અંગે સાઈબર ક્રાઇમમાં ફરિયાદ અને સ્કૂલે પ્રાઈવેટ ડિટેક્ટિવ એજન્સી પણ હાયર કરી છે.

આનંદનિકેતન સ્કૂલમાં ચાલુ ઓનલાઇન ક્લાસમાં હેકરે ઘુસીને ફોટોની એક લિંક મૂકી હતી, સાથે જ સ્કૂલ મેનેજમેન્ટને મેઇલ કરીને ઓનલાઇન ક્લાસ તાત્કાલિક ધોરણે બંધ કરવાની ધમકી પણ આપી હતી. જોકે આ પહેલાં પણ અનેક માગ સાથે હેકર દ્વારા 12 જેટલાં મેઇલ કરાયા છે.

મેઇલ બાદ સ્કૂલ મેનેજમેન્ટે વાલીઓને જણાવ્યું હતું કે, સ્કૂલ પરિવાર એક સાથે છે, બાળકો પર કોઇ નેગેટિવ અસર ન થાય તે માટે કોઇપણ લિંક કે ફોટો ઓપન ન કરવાની સલાહ આપી છે. આનંદનિકેતન સ્કૂલમાં ઇ-મેઇલ પર ધમકી આપવાનો સિલસિલો સતત વધી રહ્યો છે. આ વખતે સ્કૂલમાં ચાલતા ઓનલાઇન ક્લાસીસ બંધ કરવાની ધમકી આપતો ઇ-મેઇલ કરાયો છે. પરંતુ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ઓનલાઇન ક્લાસ ચાલુ જ રખાશે. મેઇલ મોકલનાર વ્યક્તિ ડાર્ક વેબનો ઉપયોગ કરતી હોવાથી અત્યાર સુધી તેના સુધી પહોંચી શકાયું નથી. ઇ-મેઇલ મોકલનારે વિદ્યાર્થીઓના ફોટો વાઇરલ કરવાની પણ ધમકી આપી હતી. જેથી આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરાઇ હતી.

જોકે આ સિવાય સ્કૂલે પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સી પણ હાયર કરી છે. જે સાઇબર ક્રાઇમથી અલગ થઈ પોતાની રીતે આ ઈ-મેઇલ કરનારાને શોધી તેના સુધી પહોંચવાની કોશિશ કરશે.

જુદા-જુદા IP એડ્રેસથી હેકિંગ કરવામાં આવ્યું
આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ હજુ સુધી અજાણ્યા હેકર સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી નથી. સાયબર ક્રાઈમના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ડાર્ક વેબ દ્વારા અલગ-અલગ આઇપી એડ્રેસ બદલી મેઇલ અને હેકિંગ કરવામાં આવી રહ્યું હોવાથી આરોપી પકડાયો નથી. જો કે ટૂંક સમયમાં જ આરોપીને ઝડપી લેવાશે.

સ્કૂલે તમામ વાલીઓને જાગૃત રહેવા જણાવ્યું
આનંદનિકેતન સ્કૂલના પ્રવક્તા બિનુ થોમસે જણાવ્યું હતું કે,​​​​​​​ વિદ્યાર્થીઓના ચાલુ ક્લાસે હેકરે એક લિંક મૂકી હતી. પરંતુ થોડા જ સમય બાદ તે આપોઆપ ડિલિટ થઇ ગઇ હતી. અમે તમામ વાલીને મેસેજ કરીને જાગૃત રહેવા જણાવ્યું છે. સ્કૂલ પરિવાર અને વાલીઓ આ સમસ્યા સામે પણ એક પરિવારની માફક લડશે. અમારું શૈક્ષણિક કાર્ય ચાલુ જ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો