તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટડી:વારંવાર ફોન જોવાની આદતથી વ્યક્તિની સરેરાશ 40% કાર્યક્ષમતા ઓછી થાય છે

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધારે પડતા સ્ક્રીન ટાઇમને કારણે એન્ઝાઇટીના કેસમાં 20 ટકાનો વધારો

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સ્ટડી મુજબ વારંવાર ફોન જોવાથી મગજ ડિસ્ટ્રેક્ટ થાય છે સાથે જ વ્યકિતની પ્રોડક્ટિવિટી અને કાર્યક્ષમતામાં પણ ઘટાડો થાય છે. વારંવાર ફોન જોવાની આદતથી વ્યક્તિની સરેરાશ 40% કાર્યક્ષમતા ઓછી થઇ શકે છે. એક રિસર્ચ મુજબ વ્યકિત કલાકમાં પાંચવાર એટલે કે આખા દિવસમાં 58 વાર પોતાનો ફોન ચેક કેર છે. જેમાં 70 ટકાથી વધારે સમય આપણે 2 મિનિટથી વધારે ફોનનો ઉપયોગ કરીએ છીએ. ઓનલાઇન મીટિંગ, વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઇન સ્ટડીના કારણે છેલ્લા 15 મહિનામાં એવરેજ સ્ક્રીન ટાઇમ 3.5 કલાકથી વધીને 5 કલાકથી પણ વધુ થઇ ગયો છે.

સતત ફોનના ઉપયોગથી વ્યક્તિની યાદશક્તિ ઘટે છે
નાનામાં નાની માહિતી માટે પણ લોકો ગૂગલનો ઉપયોગ કરતા થઇ ગયા છે જેના કારણે લોકો જરૂર કરતા વધારે જ પોતાનો સમય ડિજિટલ ડિવાઇસ પર પસાર કરે છે જેના કારણે લોકોની યાદશક્તિ ઘટી રહી છે. સાઇકોલોજિકલી તેને ડિજિટલ અમ્નેશીયા કહેવામાં આવે છે. સ્ટ્રેસ અને એન્ઝાઇટીના કેસમાં પણ 20% નો વધારો જોવા મળ્યો છે. લોકોને 2-4 ફોન નંબર યાદ રાખવામા પણ મુશ્કેલી થઇ રહી છે. - ડો.સ્પંદન ઠાકર, સાઇક્લોજીસ્ટ

અલગ અલગ એપ અને એક્ટિવિટીમાં અમદાવાદીઓનો એવરેજ સ્ક્રીન ટાઇમ ​​​​​​​​​​​​​​ ​​​​​​​​​​​​​​

1 - ચેટ મેસેન્જર (31%) 2 - સોશિયલ મીડિયા એપ(23%) 3 - ન્યુઝ એપ (16%) 4 - મ્યુઝિક / વીડિયો એપ (15.7%) 5 - શોપિંગ એપ (14.3%) (ડેટા - વિઝન રાવલ, ટેક્નોલોજી એક્સપર્ટ)

ઓવર સ્ક્રીન ટાઈમના કારણે થતી તકલીફ

  1. યાદશક્તિમાં ઘટાડો થાય છે
  2. એન્ઝાઇટી અને ડિપ્રેશન આવે છે
  3. કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે.
અન્ય સમાચારો પણ છે...