મ્યુનિ. દાણાપીઠ મુખ્ય કચેરી ખાતે મ્યુનિ. કમિશનરની ઓફિસની નજીકમાં જ 4 વર્ષ પહેલાં તત્કાલીન કમિશનરે જીમનેશિયમ બનાવ્યું હતું. જેમાં ટ્રેડમીલ સહિતની કેટલાક સાધનો મુકાયા હતા. જેથી અધિકારીઓ તેનો લાભ લઇ શકે. જોકે ભાજપે જ તેનો વિરોધ કર્યો હતો.
આ વિવાદને પગલે ઉદઘાટન થયા બાદ એક પણ અધિકારીએ જીમની મુલાકાત જ લીધી ન હતી. આખરે નવા કમિશનરે આ જીમનાં સાધનો મ્યુનિ. સંચાલિત અન્ય જીમમાં ખસેડવાનું નક્કી કરતાં હાલનું જીમ બંધ કરી દેવાયું છે.
આ જીમમાં મેયર, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન સહિત અન્યોને પ્રવેશવા નહીં દેવા મામલે ભારે ગજગ્રાહ ઉભો થયો હતો. પરિણામે આ જીમ્નેશીયમને ઉદઘાટન પછી તાળા લાગી ગયા હતા. આમ ગજગ્રાહે જીમનો ભોગ લીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.