તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દલીલો પૂર્ણ:શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં 31 માર્ચે ગુજરાત હાઇકોર્ટ ચુકાદો આપશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીડિતોના વકીલે તપાસ પંચના બીજા જાહેરનામા સામે પણ વાંધો ઉઠાવ્યો, આગમાં 8 દર્દી મૃત્યુ પામ્યા હતા

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલે સરકારે હાઇકોર્ટમાં કરેલી લેટર્સ પેટન્ટ અપીલ પર પીડિતો અને સરકાર તરફની દલીલો પૂર્ણ થતાં ચીફ જસ્ટિસ વિક્રમનાથની ખંડપીઠે ચુકાદો 31 માર્ચ પર મુલતવી રાખ્યો છે.

સરકાર તરફે એવી દલીલ કરાઇ હતી કે, પીડિતોને સમન્સ પાઠવ્યું ત્યારે તેમણે એફિડેવિટ ફાઇલ કરી હતી પણ સ્થળ મુલાકાત લેવાની અને ઊલટ તપાસ કરવાની અરજી તપાસ પૂર્ણ થયા પછી કરી હતી તેથી તેમની અરજી ફગાવી દીધી છે. સમય મર્યાદા હતી ત્યારે કેમ અરજી ના કરી? તપાસપંચને આપેલી સમય મર્યાદામાં તેમણે તપાસ પૂર્ણ કરવાની હોવાથી હવે તેમને સાંભળી શકાય નહી. સરકારે કાયદાનું ખોટું અર્થઘટન કર્યુ છે. ઇન્કવાયરી ઓફ કમિશનની કેટલાક મૂળભૂત જોગવાઇઓનો ભંગ થયો છે. શ્રેય અગ્નીકાંડના તપાસપંચની રચના ખોટી રીતે કરી હોવાની પૂર્તિ કરે છે. પીડિતના વકીલે તપાસપંચના બીજા નોટિફેકિશન સામે વાંધો ઉઠાવ્યો છે. સરકારની અપીલ અને અપીલ કરવાનો ઇરાદો અયોગ્ય છે. તેથી અપીલ ટકવાપાત્ર નથી.

નવરંગપુરામાં આવેલી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં 6 ઓગસ્ટે લાગેલી આગમાં કોરોનાના 8 દર્દી જીવતાં ભૂંજાઈ ગયા હતા. એ પછી હોસ્પિટલે સીલ ખોલવા માટે પણ હાઇકોર્ટમાં અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...