નોટિફિકેશન:ગુજરાત હાઇકોર્ટને નવા સાત જજ મળ્યાં, 52 જજની સ્ટ્રેન્થ સામે 33 થયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા જજ માટે સુપ્રીમ કોર્ટની કોલેજિયનને ગુજરાત હાઇકોર્ટના સાત વરિષ્ઠ વકીલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો

ગુજરાત હાઇકોર્ટને નવા સાત જજ મળ્યાં છે. જે અંગેનું અધિકૃત નોટિફિકેશન ભારત સરકારના કાયદા મંત્રાલય મારફતે બહાર પાડવામાં આવ્યું છે. અગાઉ સપ્ટેમ્બર માસમાં ગુજરાત હાઇકોર્ટના નવા જજ માટે સુપ્રીમ કોર્ટની કોલેજિયનને ગુજરાત હાઇકોર્ટના સાત વરિષ્ઠ વકીલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને મંજૂર કરી દેવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટેમાં કુલ 52 જજની સ્ટ્રેન્થ સામે હવે જજની સંખ્યા 33 થવા પામી છે.

કોણ છે નવા 7 જજ?
ગુજરાત હાઇકોર્ટ માટે નવા નિયુક્ત કરવામાં આવેલ પદનામિત જજમાં મોના મનીષા ભટ્ટ, સમીર.જે. દવે, હેમંત પ્રાચ્છક, સંદીપ એન. ભટ્ટ, અનિરુદ્ધ માયી, નિરલ મહેતા, નિશા મહેન્દ્ર ઠાકોરનો સમાવેશ થાય છે.

ગુજરાત હાઇકોર્ટમાં નવા સાથ ઉમેરો થતાં કોલેજની સંખ્યા 33 થઈ છે. જેમાં હાલમાં જ નવા નિમણૂક થયેલ ચીફ જસ્ટિસ અરવિંદ કુમારનો સમાવેશ થાય છે. ઉપરાંત નવા 2 મહિલા જજની સાથે ગુજરાત હાઇકોર્ટમાં કુલ મહિલા જજની સંખ્યા 5 થઈ છે. હાલ ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટીસ ગીતા ગોપી, જસ્ટિસ વૈભવી નાણાવટી, જસ્ટિસ સંગીતા વિષેન મહિલા જજ તરીકે કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...