વિદ્યાર્થીઓને મફત મુસાફરી:ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને ST બસમાં મુસાફરી માટે નિઃશુલ્ક પાસ આપશે, આગામી સત્રથી લાભ મળતો થશે

9 મહિનો પહેલા
  • રાજ્યના 11 લાખ વિદ્યાર્થીઓ એક્સપ્રેસ કે લોકલ બસના પાસ મફતમાં કઢાવી શકશે

ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં એક શહેરથી કે ગામથી અન્ય શહેર કે ગામમાં ભણતા મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ માટે એસટી બસના ફ્રી પાસ આપવાની જાહેરાત કરી છે. એટલે પોતાના ઘરથી દૂર ભણવા જતાં તમામ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક પાસ કાઢી આપવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓને ફ્રીમાં પાસ આપવાની યોજનાનો પ્રારંભ આગામી સત્રથી શરૂ થઈ જશે.

વિધાનસભા બજેટમાં મફત પાસ યોજનાની જોગવાઈ
નાણામંત્રી કનુભા દેસાઈએ 3જી માર્ચે વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે 205 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં રાજ્યના 11 લાખ વિદ્યાર્થીઓને ફ્રીમાં પાસ આપવાનું આયોજન કરાયું છે.

મફત પાસધારક વિદ્યાર્થીઓ બસમાં મુસાફરી કરી શકશે
રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં એક સ્થળેથી અન્ય સ્થળે અભ્યાસાર્થે મુસાફરી કરતાં વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા એસટી બસના મફત પાસ આપવાની યોજના લાગૂ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્યના 11 લાખ જેટલા વિદ્યાર્થીઓ એસટી બસના એક્સપ્રેસ કે લોકલ એમ જરૂરિયાત અનુસાર મફતમાં પાસ કાઢી આપવામાં આવશે.

રાજ્યમાં કન્યા કેળવણી માટે વિદ્યાર્થિનીઓને મફત પાસ મળે છે
રાજ્યમાં કન્યા કેળવણીને મહત્વ આપતાં રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક દશકાંથી મફત પાસની યોજના લાગૂ કરાયેલી છે. જે અંતર્ગત રાજ્યની વિદ્યાર્થિનીઓ મફતમાં એસટી બસમાં મુસાફરી કરી શકે તે માટે એસટી બસના પાસ કાઢી આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...