તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિ.વીસીએ પરિપત્ર અંગે વાત કરવાનું ટાળ્યુ:GUએ વેક્સિન ડ્રાઈવનો પરિપત્ર જાહેર તો કર્યો, પણ કોલેજો તેનાથી અજાણ

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: નિકુલ વાઘેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટી દ્વારા 44 કોલેજમાં વેક્સિનેશન ડ્રાઇવ  કરવા જારી કરવામાં આવેલો પરિપત્ર. - Divya Bhaskar
ગુજરાત યુનિવર્સિટી દ્વારા 44 કોલેજમાં વેક્સિનેશન ડ્રાઇવ કરવા જારી કરવામાં આવેલો પરિપત્ર.
  • 21 જૂને 44 કોલેજોમાં વેક્સિનેશન ડ્રાઇવ યોજવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો

ગુજરાત યુનિવર્સિટી દ્વારા 12 જૂનનાં રોજ અમદાવાદની 44 કોલેજમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 24 જૂને સવારે 10થી બપોરનાં 2 વાગ્યા સુધીમા ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન કાર્યક્રમ યોજવા માટે પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. પણ આ પરિપત્ર અંગે શહેરની કોલેજોને કોઈ જાણ ના હોવાને લીધે વેક્સિનેશન ડ્રાઈવ થઇ જ નહીં. શહેરની ઘણી કોલેજો પોતાની રીતે એએમસી અધિકારીઓ સાથે વાત કરીને આગામી દિવસોમાં વેક્સિનેશન ડ્રાઇવ યોજશે. જેનાં માટે કોલેજ પ્રસાશન દ્વારા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને ફોન અને મેસેજ કરીને વેક્સિન લેવા અંગે જાણ કરવામાં આવી રહી છે.

પરિપત્ર અંગે મોડી જાણ થઇ, તૈયારી પણ ન હતી
પરિપત્ર વિશે મોડી જાણ થઈ પછી યુનિવર્સિટીમાં ફોન કરતા જાણવા મળ્યું કે, વેક્સિનનાં ડોઝનાં અભાવને લીધે એચ.એ. કોલેજમાં વેક્સિનેશન ડ્રાઇવ યોજી શકાશે નહીં. પણ પરિપત્ર વિશે મોડી જાણ થવાને લીધે કોલેજ કેમ્પસમાં પણ વેક્સિનેશન માટેની કોઈ તૈયારીઓ નહોતી. જેથી આગામી દિવસોમાં કેમ્પસમાં વેક્સિનેશન ડ્રાઇવ માટે એક તારીખ નક્કી કરવામાં આવશે. > ડૉ. સંજય વકીલ, એચ.એ. કોલેજ, પ્રિન્સિપાલ

અમે તો અમારી રીતે વેક્સિનેશન ડ્રાઇવ કરીશું
યુનિવર્સિટીનાં પરિપત્ર અંગે કોઈ જાણ નહોતી. પણ અમે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો માટે 26 જૂન, 1 અને 2 જુલાઈનાં રોજ કોર્પોરેશનનાં અધિકારીઓ સાથે વાત કરીને કેમ્પસમાં વેક્સિનેશન ડ્રાઇવ યોજવાની તૈયારીઓ કરી રહ્યા છીએ. જેનાં માટે અમે વિદ્યાર્થીઓને અગાઉથી વોટ્સએપ મેસેજ કરીને જાણ કરી રહ્યાં છીએ. કોર્પોરેશન દ્વારા અમને 3000 વેક્સિનનાં ડોઝ આપવાની વાત કરાઇ છે. > બીજોય શીવરામ, જે.જી. પર્ફોર્મિંગ આર્ટ્સ, પ્રિન્સિપાલ

તૈયારી તો કરી પણ કોઈ ટીમ આવી જ નહીં
અમને પરિપત્રની સંપૂર્ણ માહિતી હતી પણ તેના માટે કોની સાથે વાતચીત કરવી તે અંગે કોઇ જ જાણકારી ના હતી. તેમ છતાં અમે કોલેજમાં એક રૂમમાં વેક્સિનેશન ડ્રાઇવ માટેની તૈયારીઓ કરી લીધી હતી. પણ કોર્પોરેશનમાંથી કોઈ વેક્સિનેશન માટેની ટીમ આવી જ નહીં. હજુ પણ આગામી કઈ તારીખે વેક્સિનેશન ડ્રાઇવ યોજાશે તેની કોઈ માહિતી નથી. > મોહનભાઈ પરમાર, એચ.કે. કોલેજ, એન.એસ.એસ. હેડ

વેક્સિનના પરિપત્ર અંગે મને કોઇ જાણ નથી
23મી જૂને યુનિવર્સિટીનાં વિવિધ ડિપાર્ટમેન્ટમાં વેક્સિનેશન ડ્રાઇવ યોજવામાં આવી અને બીજા દિવસે પણ સેનેટ હોલમાં વેક્સિનેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.પણ યુનિવર્સિટી દ્વારા તેના અંતર્ગત આવતી 44 કોલેજોમાં વેક્સિનેશન ડ્રાઇવના અંગેનાં પરિપત્ર વિશે મને જાણ નથી. > ડોક્ટર જગદીશ ભાવસાર- પ્રો.વીસી. ગુજરાત યુનિવર્સિટી

25-26 જૂને કેમ્પસમાં વેક્સિનેશન ડ્રાઇવ યોજવામાં આવશે
એલ.જે. યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીનાં પરિપત્રનાં આધારે નહીં પણ કોર્પોરેશન સાથે વાત કરીને 25-26 જૂનનાં રોજ વેક્સિનેશન ડ્રાઇવ યોજવા જઈ રહ્યા છીએ. > પીયુષ આનંદજીવાલા, એલ.જે. યુનિવર્સિટી

1,800 વિદ્યાર્થીઓ આગામી અઠવાડિયે વેક્સિન લેશે
ગુજરાત યુનિ. તરફથી કોઈ પરિપત્ર અમને નથી મળ્યો. આગામી અઠવાડિયે કેમ્પસનાં 1,800 વિદ્યાર્થીઓને વેક્સિનેશન માટેની જાણ કરવાનું કામ હાથ ધરાયું છે. > હિતેન પરિખ, આર.જે. ટીબ્રેવાલ, પ્રિન્સિપાલ

અન્ય સમાચારો પણ છે...