તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:GST કરદાતાએ પ્રોફાઈલ ઓનલાઈન મૂકવી પડશે, વ્યવસાય અંગેની વિગતો દર્શાવવાની રહેશે

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છૂટક કે જથ્થાબંધ વેપારી છે તે અંગેની સ્પષ્ટતા જરૂરી

જીએસટીમાં હવે દરેક કરદાતાએ પહેલાં પોતાની પ્રોફાઇલ અપડેટ કરવી પડશે. જેમાં પોતાના વ્યવસાયની જાણકારી આપવી પડશે, ત્યાર બાદ તેઓ આગળ કામ કરી શકશે. જો વેપારી એક સાથે હોલસેલ અને રિટેલનું કામ કરતા હોય તો તેનું ઓપ્શન ન હોવાથી કરદાતાઓ મુશ્કેલીમાં મુકાયા છે.

દરેક રજિસ્ટર્ડ કરદાતાએ જીએસટી પોટર્લ પર મેન્યુફેક્ચર, સર્વિસ પ્રોવાઇડર કે વેપારી છે તેમજ હોસસેલ કે રિટેલર વેપારી હોવાની જાણકારી આપવાની છે. જો કોઇ વેપારી ઉપરના ત્રણ-ચાર ઓપ્શનમાં ન આવતા હોય તો અધર વર્ક જેવા કે કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર અને લેબર કોન્ટ્રાક્ટર સિલેક્ટ કરવાનું રહેશે. આમ સરકારે વેપારીઓ દ્વારા અપલોડ કરાયેલા પ્રોફાઇલને અપડેટ કરવા માટે રાતોરાત આ સગવડ મુકી છે. પરંતુ સામાન્ય રીતે રજિસ્ટર્ડ વેપારી એક કરતા વધુ પ્રવૃત્તિ કરતા હોય, તેવાં કિસ્સામાં ઓનલાઇન કોઇ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી શકાય છે, જેથી વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. આને લઇને વેપારીઓ પહેલાં ગમે તે એક ઓપ્શન સિલેક્ટ કરવું પડે, પછી રજિસ્ટ્રેશનના અપડેટ ફિલ્ડમાં જઇ બીજા ઓપ્શન માટે રિકવેસ્ટ કરવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...