હેબિઅસ કોર્પસ:GSTએ કન્સલ્ટન્ટની ધરપકડ દર્શાવી, બે દિવસ તપાસ પછી 5 દિવસ ગોંધી રાખ્યા હતા

અમદાવાદ5 મહિનો પહેલાલેખક: તેજલ શુકલ
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • હાઈકોર્ટે GST અધિકારીઓને નોટિસ ફટકારી ખુલાસો માગ્યો

જીએસટીના અધિકારીઓએ અમદાવાદના એક ટેક્સ કન્સલ્ટન્ટના ઘરે બે દિવસ તપાસ કર્યા પછી 5 દિવસ સુધી તેમને ઈન્કમટેક્સની ઓફિસમાં ગેરકાયદે ગોંધી રાખતા હાઈકોર્ટમાં હેબિઅસ કોર્પસ થઈ હતી. હાઇકોર્ટમાં અરજી દાખલ થયાના 1 કલાકમાં અધિકારીઓએ ટેક્સ કન્સલ્ટન્ટની ધરપકડ કરી હોવાની રજૂઆત કરી હતી. જેની સુનાવણી જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ મોના ભટ્ટની ખંડપીઠ સમક્ષ હાથ ધરાતા કોર્ટે જીએસટીના અધિકારીઓને નોટિસ પાઠવી ખુલાસો માગ્યો છે.

ટેક્સ કન્સલ્ટન્ટના મિત્રે કરેલી હેબિઅસ કોર્પસમાં એડવોકેટ ચેતન પંડયાએ એવી દલીલ કરી હતી કે, 17મી માર્ચના રોજ જીએસટીના અધિકારીઓએ ભરતભાઇના ઘરે તપાસ શરૂ કરી હતી અને સતત રાત-દિવસ સુધી તેમના ઘરે રોકાયા હતા. ત્યારબાદ તેમને ધુળેટીને દિવસે આવકવેરાની ઓફિસે લઇ ગયા હતા અને ત્યાં 5 દિવસ તેમને ગોંધી રાખ્યા હતા. તેમની ધરપકડ કર્યા વગર તેમને 24 કલાકથી વધુ ગોંધી રાખી શકાય નહી.

પરિવારને પણ મળવા દીધા નહીં
18મી માર્ચથી 23 માર્ચ સુધી ભરતભાઇને પરિવારના લોકો સાથે મળવા નહી દેતા 23મી માર્ચે તેમના મિત્ર હિતેષભાઇએ હાઇકોર્ટમાં હેબિઅસ કોર્પસ કરી હતી. કોર્ટમાં અરજી થઇ તેના 1 કલાકમાં જીએસટી વિભાગના જોઇન્ટ કમિશનર એમ.એસ પઠાણે ભરતભાઇની ધરપકડ બતાવી હતી.

અન્ય સમાચારો પણ છે...