તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરી સરકારી સ્કૂલોનો દાયકો:RTEના કારણે કોર્પોરેશન સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓનો નીચો ગયેલો ગ્રાફ કોરોનાને કારણે ફરીથી ઉંચો આવ્યો, 1.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ થયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સરકારી સ્કૂલની ફાઈલ તસવીર - Divya Bhaskar
સરકારી સ્કૂલની ફાઈલ તસવીર
  • દાયકા બાદ 2011-12 જેટલા વિદ્યાર્થીઓએ કોર્પોરેશન સ્કૂલોમાં એડમીશન લીધું
  • પહેલા શિક્ષકો-પ્રીન્સિપાલ સામેથી એડમીશન માટે સમજાવતા, હવે વાલીઓ રજૂઆત લઈને આવે છે

સારા શિક્ષણ માટે ખાનગી સ્કુલોમાં જ પ્રવેશ અપાવવો તેવી વાલીઓમાં માનસિકતા છે પરંતુ કોરોનાને કારણે આ માનસિકતા ખોટી પડી છે.કોરોના અગાઉ સરકારી સ્કુલોમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ મધ્યમ વર્ગીય કે તેનાથી નીચેના વર્ગના હતા. 2021માં RTE હેઠળ એડમીશન થતા સરકારી સ્કૂલોમાં એડમીશન ખુબ ઓછ્તા થતા હતા. પરંતુ કોરોના આવતા જ હવે અગાઉ ખાનગી સ્કુલોમાં ભણતા વિદ્યાર્થીઓ પણ સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવવા વેઈટીંગમાં છે.

ખાનગી નહીં સરકારી સ્કૂલનો ક્રેઝ વધ્યો
સુખી- સમૃદ્ધ પરિવારના બાળકોને લાખો રૂપિયાની ફી ભરીને ખાનગી શાળાઓમાં ભણાવવામાં આવતા હતા.સરકારી સ્કૂલોમાં સારું શિક્ષણ મળતું નથી તેવી પણ લોકોમાં માનસિકતા બંધાઈ હતી. વર્ષ 2012માં RTE હેઠળ પ્રવેશ શરુ કરવામાં આવતા મધ્યમ વર્ગ અને તેનાથી નીચેના વર્ગના પરિવારના બાળકોને પણ સરકારી સ્કૂલની જગ્યાએ સારી અને ખાનગી સ્કૂલોમાં ભણવાનો મોકો મળ્યો હતો. 2012 બાદ સરકારી સ્કૂલોમાં મધ્યમવર્ગીય પરિવારના બાળકો પણ ઘટ્યા હતા.સરકાર દ્વારા કોર્પોરેશન સ્કૂલોની જાહેરાત કરવામાં આવતી હતી છતાં આંકડો સતત ઘટ્યો હતો અને કોરોના શરુ થાત સરકારી સ્કૂલનો દશકો ફરીથી શરુ થયો છે.

અમદાવાદમાં કોર્પોરેશને તૈયાર કરેલી સ્માર્ટ સ્કૂલ
અમદાવાદમાં કોર્પોરેશને તૈયાર કરેલી સ્માર્ટ સ્કૂલ

દાયકા બાદ 2011-12 જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન લીધું
વર્ષ 2011-12ના શૈક્ષણિક વર્ષ દરમિયાન 1,60,822 લોકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો. વર્ષ 2012થી RTE હેઠળ એડમીશન શરુ થયા હતા જેના કારણે ખાનગી સ્કૂલોમાં ફી ભરીને ભણી ના શકનાર વિદ્યાર્થીઓને પણ વિના મુલ્યે ખાનગી સ્કૂલમાં ભણવાનો મોકો મળ્યો હતો. જેથી કોર્પોરેશન સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો હતો. વર્ષે 2011-12ના શૈક્ષણિક વર્ષ બાદ કોર્પોરેશન સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી હતી અને 2019-20ના વર્ષ દરમિયાન 1,09,672 બાળકો જ ભણતા હતા.પરંતુ 20202ના માર્ચ મહિનામાં કોરોના શરુ થતા વર્ષ 2020-21માં 1,56,015 સંખ્યા કોર્પોરેશન સ્કૂલમાં નોંધાઈ હતી અને વર્ષ 2021-22માટે 1,54,000 કરતા વધુ સંખ્યા નોંધાઈ છે. હજુ 31 ઓગસ્ટ સુધી પ્રવેશ પ્રક્રિયા શરુ થશે એટલે અત્યાર સુધીના રેકોર્ડ બ્રેક વિદ્યાથીઓ કોર્પોરેશન સ્કૂલમાં નોંધાઇ શકે છે.

વર્ષવિદ્યાર્થીઓની સંખ્યા
2011-12160882
2012-13160677
2013-14155713
2014-15148276
2015-16141266
2016-17131453
2017-18124484
2018-19121855
2019-20109672
2020-21156015
2021-22150392(22 જૂન સુધી વિગત, 31 ઓગસ્ટ સુધી એડમીશન ચાલશે)

​​​​​​​કોરોનાના કારણે લોકોની આર્થિક સ્થિતિને અસર
કોરોના આવતા લોકોની આર્થિક સ્થિતિ પર અસર પડી છે.ખાનગી સ્કૂલોમાં હજારો રૂપિયા ફી વસુલવામાં આવે છે.ઉપરાંત ચોપડી, ટ્યુશન સહિતની ફી પણ ભરવી પડે છે. દોઢ વર્ષથી શિક્ષણ પણ ઓનલાઈન ચાલી રહ્યું છે જેથી તમામ બાળકો ઓનલાઈન જ ભણી રહ્યા છે. ત્યારે કોર્પોરેશન સ્કૂલમાં પણ ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓને વિના મુલ્યે ચોપડીઓ પણ આપવામાં આવે છે.અત્યારે સ્માર્ટ સ્કૂલ પણ શરુ કરાઈ છે જેથી તમામ બાબતોને જોતા હવે વાલીઓનું મન બદલાયું છે અને ખાનગી સ્કૂલોની જગ્યાએ સરકારી સ્કૂલમાં ઘસારો વધ્યો છે.

વાલીઓ સામેથી બાળકના એડમીશન માટે આવે છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના ચેરમેન ધીરેન્દ્સિંહ તોમરે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અગાઉ કોર્પોરેશન સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ ખુબ ઓછા હતા. શિક્ષકો વિદ્યાર્થીઓના ઘરે જઈને કોર્પોરેશન સ્કૂલમાં એડમીશન માટે સમજાવતા હતા. ત્યારે હવે લોકો શિક્ષકો અને આચાર્યોના ત્યાં જઈને કોર્પોરેશન સ્કૂલમાં એડમીશન માટે ભલામણ કર રહ્યા છે. કોર્પોરેશનની સ્કૂલો સ્માર્ટ સ્કૂલ બની રહી છે, શિક્ષણનું સ્તર સુધર્યું છે.તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વાલીઓ હવે કોર્પોરેશન સ્કૂલમાં એડમીશન કરાવી રહ્યા છે.