ઓસ્ટ્રેલિયામાં 5 વર્ષના દીકરા અને પતિને મુકી મહિલા અન્ય પુરુષ સાથે ભાગી ગઈ હતી. આથી પિતાએ દીકરાને ભારતમાં પોતાના માતા-પિતા પાસે મૂક્યો હતો. ઘણાં વર્ષો પછી અચાનક માતા ભારત આવી અને દીકરાને સ્કૂલે જતા પહેલાં ઉપાડી લીધો હતો. પિતાએ હાઇકોર્ટમાં દીકરાની કસ્ટડી માટે અરજી કરી હતી. જસ્ટિસ સોનિયા ગોકાણીની ખંડપીઠે સુરત પોલીસ પ્રોટેક્શન સાથે દીકરાને પરીક્ષા આપવા પછી કોર્ટમાં રજૂ કરવા, સ્કૂલ સંચાલકોને પક્ષકાર તરીકે હાજર રહેવા આદેશ કર્યો છે.
સ્કૂલ સંચાલકો કેવી રીતે ગાફેલ રહી શકે: કોર્ટ
સ્કૂલના દરવાજામાંથી દીકરાનું અપહરણ કરીને સુરત ભાગી ગયેલી માતા સામે પતિએ કરેલી અરજીમાં રજૂઆત કરાઇ છે કે, તેના દીકરાને સોમવારથી પરીક્ષા હોવા છતાં તેની પત્ની દીકરાને મોકલતી નથી.ખંડપીઠે સ્કૂલ સંચાલકો સામે નારાજગી દર્શાવતાં એવો સવાલ કર્યો હતો કે, સ્કૂલ સંચાલકો કેવી રીતે ગાફેલ રહી શકે? સ્કૂલમાંથી કોઇ બાળકને ઉપાડી જાય તેની જવાબદારી કોની?
દીકરા સાથે ઓસ્ટ્રેલિયા જવા માગતી માતાએ પાસપોર્ટ માટે સાસુ-સસરા પર હુમલો કર્યો
12 વર્ષથી દાદા-દાદી પાસે રહેતા દીકરાની અચાનક યાદ આવતા તેની માતા ઓસ્ટ્રેલિયાથી ભારત આવી હતી અને કસ્ટડી મેળવવા સ્કૂલમાંંથી દીકરાનું અપહરણ કરીને સુરત લઈ ગઈ હતી. દીકરાને લઇને ઓસ્ટ્રેલિયા ભાગી જવાનો પ્લાન હોવાથી તેનો પાસપોર્ટ મેળવવાનો હતો, પરતું પાસપોર્ટ તેના સાસુ-સસરા પાસે હોવાથી તે હથિયાર લઇને તેમના ઘરે ગઇ હતી અને હુમલો કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.