તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Government's Revelation In The High Court That 20 Million Vaccines Were Given In The State, Also Provided Information About The Steps Taken Against Mucor Mycosis.

સુઓમોટો મામલે સરકારનું સોગંદનામું:રાજ્યમાં બે કરોડે રસી લીધાનો હાઈકોર્ટમાં સરકારનો ખુલાસો, મ્યુકર માઇકોસિસ અંગે લીધેલાં પગલાં વિશે પણ માહિતી રજૂ કરી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર

કોરોના મામલે થયેલી સુઓમોટો જાહેરહિતની અરજીમાં સરકારે સોગંદનામું રજૂ કર્યું છે. તેમાં સરકારે મ્યુકર માઇકોસિસના ઇન્જેક્શનની વહેંચણી, વેક્સિનની ફાળવણી ગ્રામ્ય વિસ્તારોમાં સેન્ટર અને દવાઓની સ્થિતિને લઇને શું પગલાં લીધાં? તે અંગે માહિતી રજૂ કરી છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 2,02,64,893 લોકોએ વેક્સિન લીધી હોવાનું જણાવ્યું છે.

1 એપ્રિલથી 13 જૂન સુધીમાં કેન્દ્ર સરકારે રાજ્યને કુલ 54,411 મ્યુકર માઇકોસિસના ઇન્જેક્શન આપ્યાં હતાં, જે પૈકી 37,494 ઇન્જેક્શનની વહેંચણી કરી છે, જ્યારે સરકાર પાસે 16,917 ઇન્જેક્શનનો સ્ટોક હોવાની રજૂઆત કરી છે. હાઇકોર્ટે અગાઉ નક્કી કરેલા તમામ પ્રશ્નોના જવાબ આપતા સરકારે દલીલ કરી કે, મેડિકલ ઓફિસર્સ, સ્પેશ્યાલિસ્ટ ફેકલ્ટી માટે 11 માસના કરારથી નિમણૂક કરાઇ છે. મ્યુકર માઇકોસિસના ઇન્જેક્શન લિપ્સોનલ એમ્ફોટેરિશિનનું વિતરણ હજુ કેન્દ્ર સરકાર હસ્તક છે, પરંતુ હાલ કેસ વધુ નહીં હોવાથી કોઇ અભાવ નથી.

આદિવાસી વિસ્તારમાં 1 આરોગ્ય કેન્દ્ર છે: સરકાર
આદિવાસીઓને કોરોના માટે શું સારવાર મળી રહી છે? તેવા હાઇકોર્ટના સવાલ સામે સરકારે સોગંદનામા પર માહિતી રજૂ કરી છે. 30 હજારની આદિવાસીઓની વસતી સામે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે. જ્યારે 20 હજારની વસતી સામે એક કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે. મ્યુકર માઇકોસિસ અંગે જાગૃતિ ફેલાવવા સરકારે અસરકારક જાહેરાતો કરી હોવાની પણ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...