ફી મામલો:સ્કૂલ સંચાલકોના દબાણના કારણે સરકાર 25 ટકા ફી માફી નહીં આપે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સીએમ, શિક્ષણમંત્રી સાથેની મીટિંગમાં સંચાલકોની સ્પષ્ટ વાત

સ્કૂલ સંચાલકોના દબાણના કારણે સરકાર આ વર્ષે 25 ટકા ફી માફી જાહેર કરશે નહીં. સંચાલકો સાથે યોજાયેલી મીટિંગમાં સંચાલકોએ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને સ્પષ્ટ જણાવ્યું હતું કે, ગયા વર્ષે તમારું માન જાળવવા સ્કૂલોએ 25 ટકા ફી માફી આપી હતી, પરંતુ આ વર્ષે પણ 25 ટકા ફી માફી અપાશે તો અમે તમારું માન જાળવી શકીશું નહીં. સ્કૂલ સંચાલકોની સ્પષ્ટ વાતને કારણે સરકાર આ વર્ષે વાલીઓને ફી માફીની રાહત આપી શકશે નહીં.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્યના શાળા સંચાલકોએ મુખ્યમંત્રી-શિક્ષણમંત્રી સાથે મીટિંગ કરી હતી, કારણ કે સરકાર 25 ટકા ફી જાહેર કરશે તેવો સંચાલકોને અંદેશો હતો, પરંતુ જો સરકાર એકવાર નિર્ણય જાહેર કરી દે તો સંચાલકો નિર્ણયને માનવા બંધાઈ જાય અથવા સંચાલકોએ સરકાર સામે નિર્ણય લેવો પડે, જેમાં સરકાર અને ખાનગી સ્કૂલ સંચાલકો વચ્ચે ખાઈ ઊભી થાય. આ તમામ બાબતો ન થાય તે માટે સરકાર સત્તાવાર રીતે નિર્ણય જાહેર કરે તે પહેલા સ્કૂલ સંચાલકોના આગેવાનોએ સરકાર સાથે મીટિંગ કરી હતી. સંચાલકોને પણ વિશ્વાસ છે કે સરકાર આ વર્ષે વાલીઓને રાહત આપશે નહીં.

અન્ય સમાચારો પણ છે...