સ્ટેટ જીએસટીની સ્પષ્ટતા:સરકારમાં આઉટસોર્સિંગ કર્મીના પગાર પર 18 ટકા GST લાગશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્ટેટ જીએસટીના સ્પેશિયલ કમિશનરે આઉટસોર્સ એજન્સી દ્વારા સરકારને મેન પાવર સર્વિસ પૂરી પાડવા પર જીએસટી કેવી રીતે લાગુ પડશે તેની સ્પષ્ટતા કરી છે. રાજ્ય સરકારમાં એજન્સી દ્વારા પૂરા પડાતા કર્મચારીના પગાર પર હવેથી 18 ટકા જીએસટી લાગુ પડશે, જેના કારણે કર્મચારીઓને હવે 18 ટકા ઓછો પગાર મળશે.

સામાન્ય રીતે સરકારી મહેકમમાં સ્ટાફ ઓછો હોય ત્યારે આઉટસોર્સ એજન્સી દ્વારા મેન પાવરની મદદ લેવામાં આવતી હોય છે. જે સરકારી કચેરીમાં કોન્ટ્રાક્ટ પર માણસો કામ કરે છે, જેમાં સામાન્ય રીતે મહેકમનો પગાર અને ઉપરાંત રૂ.200થી 300 કમિશન પેટે સરકાર આપે છે. કર્મચારીનો એટલે કે મહેકમનો પગાર રૂ. 10 હજાર અને રૂ. 200 કમિશન હોય તેવા કિસ્સામાં જીએસટી રૂ. 10 હજાર કે રૂ.10,200 પર લાગે તેની સ્પષ્ટતા મગાઈ હતી, જેને લઈ રાજ્યના સ્પેશિયલ કમિશનરે સ્પષ્ટતા કરી કે ટોટલ ગ્રોસ એમાઉન્ટ પર એટલે કે રૂ.10,200 પર 18 ટકા જીએસટી લાગુ પડશે.

આ સ્પષ્ટતા જીએસટી લાગુ પડ્યાના 4 વર્ષ બાદ કરાઈ છે. જ્યારે આઉટસોર્સ એજન્સી દ્વારા અત્યાર સુધી માત્ર કમિશન પર જ 18 ટકા ચૂકવાયું છે. ગુજરાત એડવાન્સ ઓથોરિટીએ એબી એન્ટરપ્રાઇઝના કેસમાં ચુકાદો આપતા જણાવ્યું કે, જો કોઇ મેન પાવર એજન્સી સ્ટેટ ગર્વમેન્ટને સર્વિસ આપતી હોય તો તેના પર જીએસટી ન લાગે. આમ અત્યાર સુધી સરકારે આ સર્વિસને ટેક્સ ન લાગે તેવી જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...