સરકારનું સોગંદનામું:સરકારે હાઇકોર્ટમાં કહ્યું, રાજ્યની 48 ટકા હોસ્પિટલ પાસે ફાયર NOC નથી

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જજના ઘરે બંધ કવરમાં સોગંદનામું મોકલવામાં આવતાં કોર્ટ નારાજ, એડવોકેટ જનરલે તાત્કાલિક દોડવું પડ્યું

ફાયર સેફટી મામલે થયેલી અરજીમાં રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોંગદનામું કર્યુ છે તેમા એવી રજૂઆત કરાઇ છે કે, 48 ટકા હોસ્પિટલો પાસે ફાયર એનઓસી નથી. સરકારે ઘરના સરનામે સોંગદનામું મોકલતા જસ્ટિસ એન.વી અંજારિયાએ ઝાટકણી કાઢી હતી. ઘરે શા માટે મોકલામાં આવે છે? કોર્ટના દસ્તાવેજો રજીસ્ટ્રીમાં આપવા જોઇએ.હવે પછી આવી ભૂલ થશે તો જયુડીશ્યલ ઓર્ડર કરવામાં આવશે.

હાઇકોર્ટે બંધ કવરમાં આવેલા સોંગદનામાનું કવર સરકારને પરત કર્યુ હતુ. કોર્ટની નારાજગી જોતા એડવોકેટ જનરલ દોડતા થયા હતા તેમણે કોર્ટ સમક્ષ એવો જવાબ આપ્યો હતો કે, અગાઉની ખંડપીઠે ઓનલાઇન કોર્ટની સુનાવણી દરમ્યાન આ મુજબનો આદેશ આપ્યો હોવાથી જજના નિવાસસ્થાને મોકલવામાં આવી હતી. ફરીથી આ પ્રકારની ભૂલ નહી થાય તેવી ખાતરી આપી હતી. સરકારે રજૂ કરેલા સોંગદનામામાં સ્વીકાર કરવામાં આવ્યો છે કે રાજયની કુલ 48 ટકા હોસ્પિટલો પાસે યોગ્ય ફાયર એનઓસી નથી.

નગરપાલિકા વિસ્તારમાં ઓક્ટોબર 2021 સુધી 2450 હોસ્પિટલ પૈકી 218 હોસ્પિટલ પાસે ફાયર એનઓસી નથી. 193 શાળાઓ પાસે ફાયર એનઓસી નહી હોવાથી પાણીના જોડાણ કાપ્યા છે અને 133 શાળાઓને સીલ માર્યા છે. છેલ્લા ઘણા સમયથી ફાયર સેફ્ટી મુદ્દે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...