તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોગંદનામું:સરકારનો ખુલાસો, રાજ્યમાં હવે મ્યુકોરમાઇકોસિસના રોજના 150ને બદલે 10થી ઓછા કેસ આવે છે, બેડ અને ઇન્જેક્શનોનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ માટે લીપોસોમલ એમ્ફોટેરીસીન બી 25 હજારથી વધુ ઇન્જેક્શન ઉપલબ્ધ

મ્યુકોરમાઇકોસિસ અંગે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોંગદનામું કર્યું છે. આ સોગંદનામામાં રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસના કેસો ઘટ્યા હોવાનું સરકારે સ્વીકાર્યું છે. જે મુજબ હવે રોજના 150ને બદલે 10થી ઓછા કેસ આવી રહ્યા છે સાથે જ હોસ્પિટલોમાં બેડ તથા ઇન્જેક્શનો પૂરતા પ્રમાણમાં હોવાનું જણાવ્યું છે.

મ્યુકોરમાઇકોસિસના કેસો રાજ્યમાં ઘટ્યા
રાજ્ય સરકારે કરેલા સોગંદનામા મુજબ, 'રાજ્યમાં ઘાતક મ્યુકોરમાઇકોસિસના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રોજના 150 કેસના બદલે હવે 10થી ઓછા કેસ આવે છે. હોસ્પિટલ્સમાં અલગ વોર્ડ બનાવાયા છે તથા ઇન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પ્રજાના વિશ્વાસ અને સહકાર વિના મહામારી સામેનું યુદ્ધ લડવું શક્ય નથી.' સાથે જ કેસોમાં અચાનક વધારો થાય તો પણ રાજ્ય સરકાર તૈયાર હોવાની સોગંદનામામાં રજૂઆત કરાઈ છે.

લીપોસોમલ એમ્ફોટેરીસીન બી 25 હજારથી વધુ ઇન્જેક્શન ઉપલબ્ધ
રાજ્ય સરકારે આપેલી માહિતી મુજબ, મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સારવારમાં જરૂરી લીપોસોમલ એમ્ફોટેરીસીન બીના કુલ 158438 ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. જેમાંથી કુલ 85018 ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ થયો છે અને 59273 ઇન્જેશનની વહેંચણી કરાઈ છે, જ્યારે હાલમાં 25745 ઇન્જેક્શન ઉપલબ્ધ છે.

લાયોફિલાઇઝ એમ્ફોટેરેસીન બી પણ 46 હજારથી વધુ ઇન્જેક્શન ઉપલબ્ધ
આવી જ રીતે અન્ય ઈન્જેક્શન લાયોફિલાઇઝ એમ્ફોટેરેસીન બીના કુલ 191430 ઇન્જેક્શનનો ઓર્ડર સરકારે આપ્યો હતો. જેમાં કુલ 121144 ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ થયો છે, તેમાંથી 76153 ઇન્જેશનની વહેંચણી કરાઈ અને હાલમાં 46735 ઇન્જેક્શન ઉપલબ્ધ છે. એમ્ફોટેરીસીન બી લિપિડ ઇન્જેક્શનના કુલ 10093 ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો હતો. જેમાં કુલ 7046 ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ થયો જેમાંથી 4140 ઇન્જેક્શનની વહેંચણી કરાઈ અને હાલમાં 2906 ઇન્જેક્શન ઉપલબ્ધ છે.