તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્ય સરકારે એક ઐતિહાસિક પગલું ભર્યું છે, જેમાં લાંચ લેતા પકડાયેલા ગોધરાના કાર્યપાલક ઇજનેરને કોર્ટે ફટકારેલી સજા ને અનુસંધાને રાજ્ય સરકારે આ ઇજનેરને નિવૃત્તિ બાદ મળવાપાત્ર પેન્શનના તમામ લાભ બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. આ ઈજનેર 2015માં 15 હજારની લાંચ લેતા ઝડપાતા કોર્ટે 7 વર્ષની સજા અને 15 હજારનો દંડ ભરવાની સજા ફટકારી હતી.
માર્ગ અને મકાન વિભાગ ગોધરા પંચમહાલના કાર્યપાલક ઇજનેર હસમુખ કેશવભાઈ પટેલને વર્ષ 2012માં એન્ટિ કરપ્શન બ્યુરોની ટીમે રૂપિયા ૧૫ હજારની લાંચ લેતા ઝડપી પાડયા હતા.
આ કેસ કર્યા બાદ કોર્ટ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં એસીબીના નિષ્ણાત વકીલોએ સચોટ પુરાવા રજૂ કરતા 2019માં ગોધરા કોર્ટે આરોપી હસમુખ પટેલને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમના અલગ અલગ કાયદા હેઠળ કુલ 7 વર્ષની સજા અને રૂપિયા 15 હજારનો દંડ કરવાનો હુકમ કર્યો હતો.
દરમિયાન ઇજનેર હસમુખ પટેલ 30મી જૂન 2020ના રોજ સેવા નિવૃત્ત થયા હતાં. જોકે તેમને થયેલી સજાને ગંભીરતાથી લેતા ગુજરાત રાજ્ય મુલ્કી સેવા (પેન્શન વિભાગ )એ નિવૃત્તિ બાદ તેમને મળવાપાત્ર પેન્શનનો કાયમ માટે હક આપવામાં ના આવે તેઓ નિર્ણય કર્યો હતો.
એક વર્ષમાં લાંચ લેવાના 28 ગુના નોંધાયા
લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા ચાલુ વર્ષે અપ્રમાણસર મિલકત વસાવવા અંગેના કુલ 28 ગુના દાખલ કરી 28 લોકો પાસેથી 39.80 કરોડની અપ્રમાણસર મિલકત શોધી કાઢી હતી. આરોપીઓમાં વર્ગ-1ના 3, વર્ગ-8ના 8, વર્ગ-3ના 17 એમ કુલ 28 સરકારી અધિકારીઓનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે, કોઈ નાગરિક લાંચિયા સરકારી કર્મચારી કે અધિકારી સામે ફરિયાદ કરવા માંગે તો લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા તેની ઓળખ ખાનગી રાખવામાં આવે છે અને જરૂર પડે આવી વ્યક્તિને પોલીસ રક્ષણ પણ પૂરું પાડવામાં આવે છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.