તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:યાત્રાધામોની સ્વચ્છતા પેટે સરકારે 54.31 કરોડ ખર્ચ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 56.78 કરોડના ખર્ચમાંથી 2.47 કરોડ કાપ્યા
  • 8 યાત્રાધામમાં 8 એજન્સીને કામગીરી સોંપાઇ

સોમનાથ, અંબાજી, પાલિતાણા, દ્વારકા, ડાકોર, શામળાજી, જૂનાગઢ અને પાવાગઢ એમ 8 યાત્રાધામમાં સ્વચ્છતા જાળવવા માટે 8 એજન્સીને કામગીરી સોપાઈ હતી. આ એજન્સીઓને 4 વર્ષમાં કુલ રૂ. 56.78 કરોડના ખર્ચે કામગીરી સોપાઇ હતી. જો કે, આ એજન્સી સામે સ્વચ્છતાની ફરિયાદ મળતા સરકારે 1 જાન્યુઆરી, 2019થી31 ડીસેમ્બર, 2020 સુધીમાં 2.47 કરોડ કાપી લેતા સ્વચ્છતા પેટે 4 વર્ષમાં રૂ. 54.31 કરોડ ખર્ચાયા હતા.

કલોલના કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, 1 એપ્રિલ, 2017થી30 એપ્રિલ, 2020 દરમિયાન 4 એજન્સીને દર વર્ષે રૂ. 14.91કરોડ એટલે કે 3 વર્ષમાં રૂ. 44.75 કરોડ ખર્ચ પેટે નક્કી કર્યા હતા. 1 મે, 2020થી 30 એપ્રિલ, 2021 સુધી એટલે કે એક વર્ષ માટે 8 એજન્સીને રૂ. 12.03 કરોડ ખર્ચ નક્કી કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો