તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધાનસભાનું સત્ર:સરકારે ઉત્સવો પાછળ 45 કરોડનો ખર્ચ કર્યો, 45 કરોડના ખર્ચમાં 6 હજાર જ વિદેશી પર્યટકો આવ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટેન્ટ સિટીની રોયલ્ટી પેટે 6.75 કરોડની આવક

રાજ્ય સરકારે પતંગોત્સવ, નવરાત્રી મહોત્સવ, રણોત્સવ સહિતના વિવિધ 11 જેટલા ઉત્સવો પાછળ બે વર્ષમાં 44. 97 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો પરંતુ આ બે વર્ષમાં સાત જેટલા ફેસ્ટીવલમાં માત્ર 6,392 જેટલા વિદેશી પ્રવાસીઓ જ આવ્યા હતા. વિધાનસભામાં વિવિધ ધારાસભ્યોએ પુછેલા પ્રશ્નોના જવાબમાં સરકારે રજૂ કરેલી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિવરાજપુર બીચને વિકસાવવા માટે બે વર્ષમાં પ્રવાસન વિભાગે જંગી ખર્ચ કર્યો છે. જેમાં વિવિધ એજન્સીઓને પાસે ટોપોગ્રાફિલ સર્વે અને કન્સલ્ટન્સી ફી પેટે 1.45 કરોડ રૂપિયા ચૂકવાયા છે. કચ્છના રણોત્સવમાં પીપીપી મોડ ઉપર ટેન્ટ વિકસાવાનો કોન્ટ્રાક્ટ લલ્લુજી એન્ડ સન્સ કંપનીને પાંચ વર્ષ માટે વાર્ષિક 2.66 કરોડના દરથી અપાયેલા કોન્ટ્રાક્ટમાં 6.75 કરોડ અને પ્રવેગ કમ્યુનિકેશન પાસેથી 1.48 કરોડની આવક રોયલ્ટી પેટે સરકારને થઇ છે.

2 વર્ષમાં ઓવરલોડ કરાયેલા 21,149 ડમ્પરો પકડાયા
રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં માટી,રેતી તથા કપચી ઓ‌વરલોડ કરાયેલા 21,149 ડમ્પરો,ટ્રેકટર પકડાયા છે. સુરત, દેવભુમિ દ્વારકા, નર્મદા, બનાસકાંઠા, પંચમહાલ, તાપી, મોરબી, છોટાઉદેપુર અને કચ્છ જિલ્લામાં વર્ષ 2019 કરતા 2020માં વધુ ડમ્પરો પકડાયા છે. તાપી અને કચ્છ જિલ્લાની વાત કરીએ તો વર્ષ 2019માં તાપી,કચ્છ જિલ્લામાં તો વર્ષ 2019 કરતા વર્ષ 2020માં ત્રણગણા કરતા વધુ ડમ્પરો પકડવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો