તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુછ તો ગરબડ હૈ:સરકાર કહે છે-અમદાવાદમાં 1500 બેડ ખાલી, તો દર્દીઓને 68 કિલોમિટર દૂર કરમસદ કેમ મોકલાય છે?

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરમસદ હોસ્પિટલ કંપાઉન્ડ દિવસ દરમિયાન 108ની સાયરનથી ગુંજતું રહ્યું હતું
  • કરમસદ હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફ સવારથી સ્ટેન્ડ બાય રખાયો
  • કરમસદ મેડિકલ કોલેજ રાજ્યની શ્રેષ્ઠ મેડિકલ કોલેજ, 100 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈઃ ડો. રાજીવ ગુપ્તા

રાજ્યમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. ગઇકાલે અમદાવાદ શહેરમાં 354 પોઝિટિવ દર્દી નોઁધાયા હતા. શહેરમાં કોરોનાના કેસો વધતા હોસ્પિટલમાં બેડોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 1500 જેટલા બેડ ખાલી હોવા છતાં પણ અમદાવાદના કોરોનાના નવા દર્દીઓને 68 કિ.મી. દૂર કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યાં છે અને જરૂર પડ્યે આણંદ અને ખેડાની હોસ્પિટલમાં ખસેડવા અંગે વિચારાશે. ત્યારે પ્રશ્ન ઉઠી રહ્યો છેકે, જો અમદાવાદમાં 1500 જેટલા બેડ ખાલી છે તો પછી 68 કિ.મી. દૂર કરમસદ દર્દીઓને શા માટે મોકલવામાં આવી રહ્યાં છે.

શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કુલ 1500 બેડ ખાલી
ગઈ કાલે શહેરની SVP હોસ્પિટલમાં વધુ 300 બેડ વધારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કુલ 1500 બેડ ખાલી હોવાનું અધિકારીઓની બેઠકમાં જાણવા મળ્યું છે. તે ઉપરાંત સિવિલમાં કિડની વિભાગમાં કુલ 90 ટકા બેડ ખાલી છે.

ડો. રાજીવ ગુપ્તાએ 108ના કંટ્રોલ રૂમની ગઇકાલે મુલાકાત લીધી હતી
ડો. રાજીવ ગુપ્તાએ 108ના કંટ્રોલ રૂમની ગઇકાલે મુલાકાત લીધી હતી

લાંભાના દર્દીને સિવલ કરતા કરમસદ-ખેડા લઇ જઇએ ત્યાં સારી હોસ્પિટલ્સ છેઃ ડો. રાજીવ ગુપ્તા
અમદાવાદમાં કોરોનાનો હવાલો સંભાળતા એડિશનલ ચીફ સેક્રેટરી ડો. રાજીવ ગુપ્તાએ 108ના કંટ્રોલ રૂમની ગઇકાલે મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, કરમસદ મેડિકલ કોલેજ રાજ્યની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મેડિકલ કોલેજ છે. એ કરમસદ મેડિકલ કોલેજ સાથે 100 જેટલી બેડ ઓક્સિજન, વેન્ટિલેટર સાથે અમદાવાદના દર્દીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તદઉપરાંત આણંદની બે-ત્રણ હોસ્પિટલ છે. જરૂર જણાય એમાં પણ અમે અમદાવાદથી દર્દીઓ મોકલી શકીએ. લાંભા, નારોલ એ અમદાવાદ પૂર્વના દક્ષિણના વિસ્તારો જે ઘણા નજીક છે. આમ જોઇએ તો સિવિલ લઇ જઇએ તેના કરતા લાંભાના દર્દીઓને કરમસદ અથવા ખેડા લઇ જઇએ ત્યાં બેડ સારી સંખ્યામાં ઉપલબ્ધ છે અને ખૂબ સારી હોસ્પિટલ્સ છે અને અમુક વખતે એટલે તેનો ઉપયોગ કરીએ છીએ. જોકે લાંભાથી કરમસદનું અંતર 68 કિ.મી.ની આસપાસ છે.

અમદાવાદ કોરોના સંક્રમણ વધી જતાં દર્દીઓને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યાં છે
અમદાવાદ કોરોના સંક્રમણ વધી જતાં દર્દીઓને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યાં છે

કરમસદમાં 40 દર્દીઓ અમદાવાદથી લાવ્યા છે
આણંદના જિલ્લા આરોગ્ય અધિકારી એમ.ટી.છારીએ જણાવ્યુ હતુ કે, અમદાવાદ કોરોના સંક્રમણ વધી જતાં દર્દીઓને આણંદ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યાં છે. જેને લઇ આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં મોડીસાંજ સુધી 40થી વધુ દર્દીઓ લાવવામાં આવ્યા છે. તેઓને સારવાર માટે તબીબો અને સ્ટાફ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો